Not Set/ અમદાવાદ/ પાલતુ ડોબરમેને 4 લોકોને ઇજાગ્રસ્ત કર્યા,કોર્ટે માલિકને 1 વર્ષની સજા ફટકારી

કુતરાના માલિકોએ હવે પોતાના પાલતુને બરાબર સંભાળી રાખવા પડે તેવા દિવસો આવ્યા છે.અમદાવાદમાં એક કુતરાના માલિકને કોર્ટે 1 વર્ષની સજા ફટકારી છે. અમદાવાદની સ્થાનિક કોર્ટે ઘોડાસર વિસ્તારમાં રહેતા 49 વર્ષના ભારેશ પંડ્યાને એક વર્ષની જેલની સજા સંભળાવી છે. ભારેશ પંડ્યાના પાલતું કૂતરાએ પાડોશમાં રહેતા 4 લોકો પર હુમલો કર્યો હતો.આ કૂતરાના કારણે ચાર લોકોને ગંભીર […]

Ahmedabad Gujarat

કુતરાના માલિકોએ હવે પોતાના પાલતુને બરાબર સંભાળી રાખવા પડે તેવા દિવસો આવ્યા છે.અમદાવાદમાં એક કુતરાના માલિકને કોર્ટે 1 વર્ષની સજા ફટકારી છે. અમદાવાદની સ્થાનિક કોર્ટે ઘોડાસર વિસ્તારમાં રહેતા 49 વર્ષના ભારેશ પંડ્યાને એક વર્ષની જેલની સજા સંભળાવી છે. ભારેશ પંડ્યાના પાલતું કૂતરાએ પાડોશમાં રહેતા 4 લોકો પર હુમલો કર્યો હતો.આ કૂતરાના કારણે ચાર લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

ભારેશ પંડ્યા પાસે રહેલા શક્તિ નામના ડોબરમેન નસલના કૂતરાએ 2012થી 2014ની વચ્ચે ઘોડાસરની આશાપુરી સોસાયટીમાં ત્રણ બાળકો અને એક પુખ્ત વ્યક્તિ અવિનાશ પટેલ પર હુમલો કર્યો હતો.

ફેબ્રુઆરી 2014માં અવિનાશ પટેલે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, કૂતરાના હુમલાના કારણે અવિનાશ પટેલ પડી ગયા હતા અને ફ્રેક્ચર થયું હતું. આ પહેલા પંડ્યાના કૂતરાએ અવિનાશ પટેલના દીકરા જય, તેમના ભત્રીજા તક્ષીલ અને બીજા એક બાળક વ્યોમને બચકાં ભર્યા હતા.

ભારેશ પંડ્યા સામે બેદરકારી દાખવવાનો પોલીસે ગુનો દાખલ કર્યો હતો.પોલીસ ફરીયાદમાં જણાવાયું હતું કે ભારેશ પંડ્યાએ રહેણાંક સોસાયટીમાં કૂતરા પર નિયંત્રણ ના રાખ્યું જેના લીધે લોકોને ગંભીર ઈજા થઈ અને જીવ જોખમાયો. આ કેસમાં 15 સાક્ષીઓની પૂછપરછ કરાઈ હતી. એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ યુ.એન. સિંધીએ ગુરુવારે આ કેસમાં ભારેશ પંડ્યાને દોષી ઠેરવી 1 વર્ષની સજા કરી હતી.

કોર્ટે અવલોકન કર્યું કે, ભારેશ પંડ્યાએ કોઈને સીધી ઈજા પહોંચાડી નથી પરંતુ તેમણે પોતાના કૂતરા પર નિયંત્રણ રાખ્યું નહોતું. જેના કારણે તેણે પાડોશીઓ પર હુમલો કર્યો હતો. આ કૂતરાના માલિકની બેદરકારી દાખવે છે.આ કેસમાં રાજ્ય સરકારે IPCની કલમ 388 (ગંભીર ઈજા અને અન્યોના જીવ જોખમમાં મૂકવા) હેઠળ ભારેશ પંડ્યાને બે વર્ષની સજા કરવાની માગ કરી હતી. જેથી સમાજના પ્રાણી પ્રેમીઓમાં દાખલો બેસે.

રાજ્ય સરકારે સમાજમાં દાખલો બેસે તેવી સજાની માગ કરી હતી. જ્યારે દોષિતે કોર્ટ ઉદારતા દાખવવાની વિનંતી કરી હતી. જો કે, કોર્ટે ક્ષમાશીલતા દાખવ્યા વિના ભારેશ પંડ્યાને એક વર્ષની જેલ અને 1500 રૂપિયાનો દંડ ફટકાર્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.