inquiry/ દિલ્હી પોલીસ સમક્ષ પૂછપરછ માટે હાજર નહીં થાય જેકલીન ફર્નાન્ડીઝ ! સુકેશ કેસ સાથે જોડાયેલુ છે નામ

બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ સુકેશ ચંદ્રશેખરના 200 કરોડની છેતરપિંડીના કેસમાં ફસાયેલી છે. દિલ્હી પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગ (EOW) 12 સપ્ટેમ્બરે જેકલીનની પૂછપરછ કરવા જઈ રહી છે

Top Stories Trending Entertainment

બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ સુકેશ ચંદ્રશેખરના 200 કરોડની છેતરપિંડીના કેસમાં ફસાયેલી છે. દિલ્હી પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગ (EOW) 12 સપ્ટેમ્બરે જેકલીનની પૂછપરછ કરવા જઈ રહી છે. આવી સ્થિતિમાં, સમાચાર આવી રહ્યા છે કે જેકલીન સોમવારે પૂછપરછ માટે દિલ્હી પોલીસ EOW સમક્ષ હાજર નહીં થાય.

EOW એ જેકલીનને સમન્સ પાઠવીને 12 સપ્ટેમ્બરે પૂછપરછ માટે હાજર થવા જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હી પોલીસને માહિતી મળી છે કે જેકલીન કામમાં વ્યસ્ત છે. EOW એ જેકલીન ફર્નાન્ડિસને બીજી વખત પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું. પહેલી વાર તેને 29 ઓગસ્ટે પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. પરંતુ અભિનેત્રી ખરાબ તબિયતને કારણે પૂછપરછમાં હાજર રહી ન હતી.

ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસનું શું જોડાણ હતું? દિલ્હી પોલીસ આ મામલે જવાબ શોધવામાં લાગેલી છે. થોડા સમય પહેલા EDની ચાર્જશીટ પણ બહાર આવી હતી. આ ચાર્જશીટમાં અભિનેત્રીનું નામ પણ સામેલ હતું. ચાર્જશીટમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. EDએ કહ્યું હતું કે જેક્લીન ઠગ સુકેશના કારા કારનામાથી વાકેફ હતી. આ હોવા છતાં, તે તેની મોંઘી ભેટો લેતી હતી.

EDની ચાર્જશીટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે સુકેશ ચંદ્રશેખરે જેકલીન ફર્નાન્ડીઝ માટે શ્રીલંકામાં ઘર ખરીદ્યું હતું. આ સિવાય જુહુમાં એક બંગલો પણ બુક કરવામાં આવ્યો હતો. આટલું જ નહીં, સુકેશે જેકલીનના માતા-પિતાને બહેરીનમાં એક ઘર ગિફ્ટ કર્યું હતું.

જોકે, આ કેસમાં જેકલીન ફર્નાન્ડિસ તેના વકીલની મદદથી સતત દાવો કરી રહી છે કે તેને સુકેશ ચંદ્રશેખરની અસલી ઓળખ વિશે ખબર નથી. તે સુકેશને શેખર તરીકે ઓળખતી હતી, જે એક જાણીતા રાજકીય પરિવારમાંથી આવતો હતો. પરંતુ EDનો આરોપ છે કે એક મહિનાની અંદર જ જેકલીનને સમાચાર દ્વારા આ વાતની જાણ થઈ હતી કે તે સુકેશ ચંદ્રશેખર છે.

ઠગ સુકેશ ચંદ્રશેખરની રિકવરી કેસમાં જેકલીન ફર્નાન્ડિસ ઉપરાંત બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહી પણ તપાસ એજન્સીના નિશાના પર આવી છે. નોરા ફતેહીની દિલ્હી પોલીસ EOW દ્વારા 2 સપ્ટેમ્બરે પૂછપરછ કરવામાં આવી હતી. દિલ્હીના મંદિર માર્ગ ખાતે આર્થિક ગુના વિંગમાં લગભગ 6 કલાક સુધી તેની પૂછપરછ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે સુકેશ ચંદ્રશેખરે ડિસેમ્બર 2020માં નોરા ફતેહીને BMW કાર ગિફ્ટ કરી હતી. આ આરોપોને નકારી કાઢતાં નોરા ફતેહીએ કહ્યું કે આ કાર તેને સુકેશે નહીં પરંતુ તેની પત્ની લીના મારિયાએ ચેન્નાઈમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા બદલ આપી હતી. અગાઉ EDએ સુકેશ ચંદ્રશેખર અને નોરાને સામસામે બેસાડીને પણ પૂછપરછ કરી હતી.