@કેતન જોશી, અમદાવાદ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની સિરીઝથી દર્શકોને એન્ટ્રી મળે તેવી શક્યતા છે. કોરોનાકાળ બાદ પ્રથમવાર સ્ટેડિયમમાં પ્રેક્ષકોને એન્ટ્રી આપવામાં આવે તેવી શક્યતા છે. કેન્દ્રીય ગાઇડલાઇન 31 જાન્યુઆરી પહેલા આવશે અને તેમાં સ્ટેડિયમમાં 50 ટકા દર્શકોને એન્ટ્રી આપવામાં આવે તેવી શક્યતા છે. પરંતુ આ શક્યતા મોટેરામાં રમાનારી ટેસ્ટ મેચથી જ લાગી રહી છે. કારણ કે ચેન્નઇમાં દર્શકો વિના જ ટેસ્ટ રમાશે.
- કોરોનાકાળમાં દર્શકોને પ્રવેશ પર છે પ્રતિબંધ
- ઇંગ્લેન્ડ સામેની સિરીઝની યજમાની માટે GCA સજ્જ
- મોટેરામાં દર્શકોને મેચ વખતે અપાઇ શકે છે એન્ટ્રી
- કેન્દ્ર સરકારની મંજૂરીની જોવાઇ રહી છે રાહ
ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસે આવે તેનુ કાઉન્ટ ડાઉન શરુ થઈ ચુક્યુ છે.ભારતમાં કોરોના બાદ પહેલી વખત આંતરરાષ્ટ્રિય ક્રિકેટ રમાવા જઈ રહ્યુ છે ત્યારે ક્રિકેટ બોર્ડે ઈંગ્લેન્ડ સામેની ટી-20 મેચની સિરિઝમાં 50 ટકા દર્શકોને સ્ટેડિયમમાં મંજૂરી આપવા માટે વિચારણા શરુ કરી છે. જોકે બોર્ડના અધિકારીએ કહ્યુ હતુ કે, અંતિમ નિર્ણય તો સરકારે લેવાનો છે પણ અમે ઈચ્છીએ છે કે, સ્ટેડિયમની ખાલી પડેલી સીટો ભરાય અ્ને કમસેકમ 50 ટકા પ્રેક્ષકોને મેચ જોવા માટે મંજૂરી આપવામાં આવે.
- ચેન્નઇની બંને ટેસ્ટમાં દર્શકો વિના જ રમાશે ટેસ્ટ મેચ
- અમદાવાદ ટેસ્ટથી અપાઇ શકે છે દર્શકોને મંજૂરી
- અમદાવાદમાં 24 ફેબ્રુઆરીએ રમાશે ત્રીજી ટેસ્ટ મેચ
- અમદાવાદની ટેસ્ટ મેચ હશે ડે-નાઇટ ટેસ્ટ
અમદાવાદમા ત્રીજ અને ચોથી ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડ સામે નિર્ધારિત છે અને ત્રીજી ટેસ્ટ મેચ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ડે-નાઇટ રમાશે. તો ચોથી ટેસ્ટ મેચ ચોથી માર્ચથી 8 માર્ચ દરમિયાન રમાશે. તો પાંચ ટી 20 મેચની શરૂઆત 12મી માર્ચથી 20 માર્ચ દરમિયાન મોટેરામાં થશે અને ત્યાં જ છેલ્લી ટી-20 મેચ પણ રમાશે.
Political / ભાજપની સેન્સ પ્રક્રિયા બની મુરતિયા પસંદગી પ્રક્રિયા
- નવનિર્મિત મોટેરા સ્ટેડિયમમાં પહેલીવાર રમાશે ક્રિકેટ મેચ
- ટેસ્ટ મેચ પહેલા સૈયદ મુસ્તાક અલી ટ્રોફીની મેચો
અમદાવાદમાં રમનારી બે ટેસ્ટમાં પણ કદાચ થોડા ઘણા દર્શકોને એન્ટ્રી મળે તેવી શક્યતા છે. તો આ તરફ 26મી જાન્યુઆરીથી શરૂ થતી સૈયદ મુસ્તાક અલી ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલ સ્ટેજથી ફાઇનલ સુધીની સફર અમદાવાદમાં જ નિર્ધારિત કરાઇ છે.
Ahmedabad / કલગીએ કરી કમાલ..! રાજ્યની પહેલી દિવ્યાંગ દીકરી NIOS ની ધોરણ12ની પરીક્ષા આપશે
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
