ડેમોની હાલત તળિયાઝાટક : રાજ્યમાં જુલાઈ માસમાં સારા વરસાદ બાદ ઓગસ્ટ મહિનાથી જ મેઘરાજા રિસાયા છે. ત્યારે વરસાદ પાછો ખેંચાતા 80 ડેમોમાં માંડ 20 ટકાથી પણ ઓછુ પાણી બચ્યું છે. તો 4 ડેમોની હાલત તળિયાઝાટક થઈ ગયા છે.
206 જળાશયોમાં માત્ર 50 ટકા જળસંગ્રહ
વરસાદ ખેંચાતાં ડાંગર અને કપાસમાં નુકસાનની ભીતિ
વરસાદ ખેંચાતા ખેડૂતો બન્યા ચિંતાતુર
હવામાન વિભાગ મુજબ ગુજરાત પર હજુ કોઈ સિસ્ટમ સક્રિય નથી. વરસાદ ખેંચાતા ગુજરાતના અડધાથી વધુ જળાશયોમાં 50 ટકાથી પણ ઓછું પાણી બાકી રહ્યું છે. રાજ્યમાં આવેલા 206 નાના-મોટા ડેમમાંથી માત્ર પાંચ ડેમ જ 100 ટકા ભરાયા છે. જ્યારે 80 જેટલા ડેમમાં 20 ટકાથી ઓછું પાણી જ બાકી રહ્યું છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 46.63 ટકા પાણીનો જથ્થો છે.
રાજ્યના ઝોન મુજબ ડેમની વાત કરીએ તો, ઉત્તર ગુજરાતમાં 15 ડેમ આવેલા છે. આ તમામ ડેમમાં થઈને સરેરાશ 24.42 ટકા પાણી બચ્યું છે. મધ્ય ગુજરાતમાં 17 ડેમ આવેલા છે જેમાં 43.97 ટકા પાણી છે. દક્ષિણ ગુજરાતમાં 13 ડેમમાં 57.98 ટકા પાણી છે. જેમાંથી 1 ડેમ સંપૂર્ણ 100 ટકા પાણીથી ભરાઈ ગયો છે. કચ્છમાં 20 ડેમમાં 22.88 ટકા પાણી ભરેલું છે. જ્યારે સૌરાષ્ટ્રના 141 ડેમમાં 40.69 ટકા પાણી છે. જેમાં 4 ડેમ 100 ટકાની કેપેસિટી સુધી ભરેલા છે.
ઝોન મુજબ ડેમની સ્થિતિ
ઉત્તર ગુજરાતમાં 15 ડેમમાં 24.42 ટકા જળસંગ્રહ
મધ્ય ગુજરાતમાં 17 ડેમમાં 43.97 ટકા જળસંગ્રહ
દક્ષિણ ગુજરાતમાં 13 ડેમમાં 57.98 ટકા જળસંગ્રહ
1 ડેમમાં સંપૂર્ણ 100 ટકા જળસંગ્રહ
કચ્છના 20 ડેમમાં 22.88 ટકા જળસંગ્રહ
સૌરાષ્ટ્રમાં 141 ડેમમાં 40.69 ટકા જળસંગ્રહ
4 ડેમ 100 ટકા કેપેસિટી સુધી ભરેલા
વરસાદ ખેંચાઇ જતા ખરીફ વાવેતરને લઇને ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઇ રહ્યા છે. આગામી દિવસોમાં વરસાદ પડી જાય તો ખેતીને જીવતદાન મળી શકે તેમ છે. સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસનું સૌથી વધુ વાવેતર થાય છે. આ વખતે પણ ખુબ સારું વાવેતર થયું છે પણ વરસાદની ખેંચના કારણે કપાસમાં ઈયળનો ઉપદ્રવ વધી ગયો છે અને કપાસનું વાવેતર કરનાર ખેડૂતોને મોટું નુકસાન થવાની સંભાવના છે.

ગુજરાતમાં વરસાદ ખેંચાતા દુષ્કાળના ભણકારા વાગવા લાગ્યા છે. મોટાભાગના જળાશયો ખાલી છે. ઓગસ્ટમાં ગુજરાતના 50 ટકાથી વધુ ડેમ ભરેલા હોય છે પણ આ વખતે 61 ટકાથી વધુ ડેમ ખાલી જેવા છે. જો ગુજરાતમાં ખુબ સારો વરસાદ નહીં આવે, અને ડેમ ભરાશે નહીં તો આવનારા દિવસોમાં ગુજરાતે દુષ્કાળનો સામનો કરવો પડશે.
સોમનાથ / ત્રીવેણી સંગમ ઘાટની નદીમાં અસ્થી વિસર્જનને લઈ વિવાદ, પુરોહિતોની આંદોલનની ચિમકીસોમનાથ / ત્રીવેણી સંગમ ઘાટની નદીમાં અસ્થી વિસર્જનને લઈ વિવાદ, પુરોહિતોની આંદોલનની ચિમકી
Burj Khalifa Emirates Ad / વિશ્વની સૌથી ઉંચી ઇમારત બુર્જ ખલીફાની ટોચ પર ઉભા રહીને જાહેરાત શૂટ કરવામાં આવી,
