Lifestyle: તુલસીનો છોડ (Tulsi Plant) ધાર્મિક દ્રષ્ટિએ આસ્થાનું પ્રતીક માનવામાં આવે છે. ઘરે તુલસીનો છોડ વાવવાનું અત્યંત શુભ ગણાય છે. આયુર્વેદ (Ayurveda)માં પણ છૂટથી તુલસીનો ઉપયોગ કરવામાં આવે છે. ક્યારેક ઠંડીના કારણે અથવા તો ઉચિત સંભાળના અભાવે તુલસીનો છોડ સુકાવા લાગે છે. શિયાળા (Winter)માં જો વધુપડતી ઠંડી પડે તો પણ ક્યારેક છોડ બળી જાય છે! તુલસીનો વિકાસ એને આપવામાં આવતા પાણીની યોગ્ય માત્રા અને ખાતર પર નિર્ભર કરે છે.
આ સંજોગોમાં, જો તમારા ઘરની પવિત્ર તુલસી સૂકાતી (Basil Drying) જણાય તો ઘરે જ તૈયાર કરેલું ખાતર (Fertilizer) આ છોડના મૂળમાં ઉમેરવાથી એમાં પ્રાણનો સંચાર થશે. થોડા જ દિવસોમાં એ લીલીછમ બની જશે અને એના પીળા પડી રહેલા પાન પણ હર્યા-ભર્યા બની જશે!
તુલસીનો છોડ (Tulsi Plant) સૂકાતો રોકવા માટેની ઘરગથ્થું ટિપ્સ

1. ચાની પત્તી
તુલસીના છોડમાં ચાની પત્તી (Tea leaves) નાખવી પણ ફાયદાકારક છે. ચા બનાવીને ગાળી લીધા પછી જે ભૂકી નીકળે છે એને સ્વચ્છ પાણીથી ધોઇ લેવી અને છોડના મૂળમાં ઉમેરી દેવું. ચા પત્તી નાઇટ્રોજન (Nitrogen)નો ઉત્તમ સ્ત્રોત છે. મહિનામાં 2 થી 3 વાર ચાની ભૂકી છોડમાં અવશ્ય નાખવી. એમ કરવાથી તુલસીનો છોડ લીલોછમ બનશે અને ઝડપથી વૃદ્ધિ (Growth) કરશે.

2. હળદરનું પાણી
હળદર એક એન્ટીફંગલ (Antifungal) હોય છે અને ઘણી વાર છોડમાં ફૂગ વળવાને કારણે પણ એનો વિકાસ રુંધાઇ શકે છે. જો તમને એવું લાગતુ હોય કે છોડમાં ફંગસ થઇ રહી છે તો એ માટે 1 લિટર પાણીમાં 1 ચમચી હળદર મિક્સ કરીને કૂંડામાં ઉમેરી દેવું. આ પાણી (Turmeric Water)થી છોડમાં વળી રહેલી ફંગસ અને કીડા (Fungus & Worms) નાશ પામી જશે અને તમારો આ પાવન છોડ વૃદ્ધિ કરશે.
3. ગાયનું છાણીયું ખાતર
છાણીયું ખાતર છોડમાં નાખવાનું સૌથી ઉત્તમ ગણાય છે. જો ગાયનું છાણ (Manure) ઉપલબ્ધ ન થાય તો તમે વર્મી કમ્પોસ્ટ (Vermicompost) પણ ઉમેરી શકો છો. આને ઉમેરવાથી છોડનો વિકાસ તેજ બને છે અને ખાસ કરીને તુલસી પ્લાન્ટમાં શિયાળો વીત્યે ફેબ્રુઆરી મહિના (February Month)માં ખાતર નાખવાનું ફાયદાકારક રહેશે. આમ કરવાથી છોડનો વિકાસ પણ ઉત્તમ થશે અને તુલસીનો સુકાઇ રહેલો છોડ પણ હર્યો-ભર્યો થઇ જશે!

4. છાશ અને એલોવેરા
જો તમને કંઇ પણ સમજ ન પડે તો જૂની થઇ ગયેલી છાશ (Buttermilk)ને તુલસીના કૂંડામાં રેડી દેવી. આમ કરવાથી છોડનો વિકાસ ઉત્તમ થશે. જો તમે ઇચ્છો કે તુલસીના છોડમાં એલોવેરા જેલ કે એલોવેરા જ્યુસ (Aloe vera gel or Aloe vera juice) પણ ઉમેરી શકો છો. આ છોડને બીમાર થવાથી બચાવી લેશે અને તમારી તુલસી માતાનો વિકાસ બમણો થઇ જશે!
આ પણ વાંચો: ગણેશજીને અતિ પ્રિય છે આ પંચ ફૂલ, પૂજા સમયે અવશ્ય ચઢાવો, જીવનમાં થશે સુખ-સમૃદ્ધિનો વાસ…
આ પણ વાંચો: જાસૂદના ફૂલોથી છોડ લચી પડશે! ઘરે જાતે ઉગાડો…આ ટિપ્સને ફૉલો કરીને…
આ પણ વાંચો: 1 રુપિયામાં છૂટકારો મેળવો સફેદ-ચીકણા મિલીબગના આતંકથી…માળીની અસરકારક ટ્રિક…
