Lifestyle/ ચટપટું ચાઈનીઝ…સાંભળીને મોંમાં પાણી આવ્યું? સૌની પસંદ ગોબી મંચુરિયન…ઘરે જ બનાવો..!

Gobi Manchurian (ગોબી મંચુરિયન)…શિયાળાની આ ઠંડી મોસમમાં રેસ્ટોરન્ટ જેવી જ સ્વાદિષ્ટ આ ડિશ ખાવી હોય તો તમે એ ઘરે પણ આસાનીથી બનાવી શકો છો!

Trending Food Health & Fitness Lifestyle
Gobi Manchurian, ગોબી મંચુરિયન, ચાઇનીઝ ડિશ, ઘરે

Lifestyle: શિયાળાની સાંજ પડતાવેંત ઘણા લોકોને કંઇક ગરમાગરમ ચટપટું ફૂડ ખાવાની તલબ જાગતી હોય છે! આ સંજોગોમાં ચાઇનીઝ વાનગીનું નામ પડતાવેંત જ આપણા મગજમાં સૌપ્રથમ બે જ રેસિપીનો વિચાર આવે….જેમાંથી એક છે ચાઇનીઝ નુડલ્સ અને બીજી છે ફૂલકોબીમાંથી બનતું ગોબી મંચુરિયન (Gobi Manchurian)!

બાળકોના ફેવરિટ મંચુરિયન અને હાકા નુડલ્સ 

મંચુરિયન બાળકોના તો ફેવરિટ હોય છે! ક્યાંક પણ ફરવા જઇએ તો બાળકો મોટા ભાગે પિત્ઝા, હાકા નુડલ્સ અને મંચુરિયન (Pizza, Hakka noodles, Manchurian)ની જ ફરમાઇશ કરતા હોય છે! આ વાનગીઓ ખાવામાં તો અત્યંત ટેસ્ટી હોય છે પરંતુ હૅલ્થ (Health) માટે એટલી સારી માનવામાં નથી આવતી! બજારમાં મળતા મંચુરિયનમાં તેલ અને મસાલા ઉપરાંત, મોટા ભાગે આર્ટિફિશિયલ કલર પણ મિક્સ કરવામાં આવતો હોય છે!

Gobi Manchurian, ગોબી મંચુરિયન, ચાઇનીઝ ડિશ, ઘરે

પરંતુ જો તમને શિયાળાની આ ઠંડી મોસમ (Winter)માં રેસ્ટોરન્ટ જેવા સ્વાદિષ્ટ ગોબી મંચુરિયન ખાવા હોય તો તમે એ ઘરે પણ આસાનીથી બનાવી શકો છો! આ માટે તમારે તાજા ફુલાવર (Cauliflower) તથા અન્ય થોડી સામગ્રીની જરુર પડશે જેમાંથી એક છે ચાઇનીઝ વોક!

‘ચાઇનીઝ વોક’ શું છે?

ચીની રાંધણકળામાં વપરાતી એક ગોળાકાર કઢાઈને ‘ચાઇનીઝ વોક’ કહેવાય છે, જે મુખ્યત્વે તળવા, વરાળે બાફવા, સ્ટર ફ્રાય કરવા વગેરે માટે વપરાય છે. તેના પર ઝડપી કૂકિંગ કરવામાં આવે છે. ગરમીના સમાન વિતરણ માટે જાણીતી આ વોક તમારી પાસે હશે તો સોનામાં સુગંધ ભળશે! જો ન હોય તો પણ કોઇ આયર્ન કે એલ્યુમિનિયમની તળિયા વાળી તાવડી પણ ઉપયોગમાં લઇ શકો છો.

આ રીતે, ઘરે બનાવાયેલી ડિશ અંગે શુદ્ધતાની ખાતરી હોવાથી એને ખાઇને બાળકો (Kids) બીમાર પડશે એવું ટેન્શન પણ તમને નહિં થાય! રજાના દિવસે તમે આ રેસિપીને ઘરે બનાવીને નાના-મોટા સૌને ખુશ કરી શકો છો. તો ચાલો જાણીશું, ઘરે જ મંચુરિયન બનાવવાની સરળ રેસિપી (Chinese Recipe) વિશે…

શી રીતે બનાવશો ગોબી મંચુરિયન (Gobi Manchurian)?

ગોબી મંચુરિયન બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

Gobi Manchurian, ગોબી મંચુરિયન, ચાઇનીઝ ડિશ, ઘરે

સામગ્રી

500 ગ્રામ ફુલાવર (ફૂલકોબી)

100 ગ્રામ લીલી ડુંગળી

10 નંગ લીલા મરચા

2 નંગ કેપ્સીકમ

50 ગ્રામ મેંદો

50 ગ્રામ સફેદ મકાઇનો લોટ (કોર્નફ્લોર)

1 કપ રિફાઇન્ડ તેલ

4 ચમચી ટમેટો કેચઅપ

4 સૂકા લાલ મરચા

3 ચમચી લસણની પેસ્ટ

3 ચમચી આદુની પેસ્ટ

2 ચમચી મરચું પાવડર

4 ચમચી સોયા સોસ

2 ચમચી ચિલી સોસ

1/2 ચમચી આજીનો મોટો (વૈકલ્પિક)

1/2 ચમચી મરી પાવડર

સ્વાદાનુસાર મીઠું

Gobi Manchurian, ગોબી મંચુરિયન, ચાઇનીઝ ડિશ, ઘરે

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ તમામ શાકભાજીને સરસ રીતે ધોઇ લો. હવે ફૂલકોબી અર્થાત્ ફુલાવરને નાના-નાના ટુકડામાં સમારી લો અને એને ઉકળતા મીઠાવાળા પાણીમાં ઉકાળીને થોડા નરમ કરીને કોરા કરી લેવા. એ ગળી ન જાય એનું ધ્યાન રાખવું.

2. આ જ પ્રમાણે લીલી ડુંગળી, શિમલા મિર્ચ (Green Onion , Capsicum) અને લીલા મરચાને પણ ધોઇને બારીક સમારીને તૈયાર કરી લેવા.

2. હવે આદુ તથા લસણની પેસ્ટ તૈયાર કરવી અથવા તો એમને બારીક સમારી લેવા.

3. તમામ તૈયારી થઇ જાય પછી મંચુરિયન માટેનું મિશ્રણ બનાવવા માટે એક બાઉલમાં મેંદો, કોર્નફ્લોર, આદુ-લસણની પેસ્ટ મિક્સ કરવી.

4. હવે એમાં લાલ મરચું અને સ્વાદાનુસાર મીઠું (Salt) ઉમેરો અને જરુર મુજબ પાણી રેડીને એક જાડું બેટર બનાવી લો.

5. એક તાવડીમાં તળવા માટે તેલ ગરમ કરી લો.

6. તેલ (Oil) ગરમ થાય એટલે બેટરમાં ફુલાવરને કોટ કરીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો અને એક પ્લેટમાં કાઢી લો.

Gobi Manchurian, ગોબી મંચુરિયન, ચાઇનીઝ ડિશ, ઘરે

7. હવે એક ચાઇનીઝ વૉક (સ્પેશિયલ ચાઇનીઝ માટેની કઢાઇ)માં તેલ ગરમ કરો. અને એમાં આદુ-લસણની પેસ્ટ સાંતળો. હવે એમાં લીલા મરચાં અને લીલી ડુંગળીને ફાસ્ટ તાપે 1 મિનિટ સુધી સાંતળી લો. અહિં જો તમારી પાસે ચાઇનીઝ વોક (Wok) ઉપલબ્ધ ન હોય તો કોઇ આયર્ન કે એલ્યુમિનિયમની જાડા તળિયા વાળી તાવડી પણ ઉપયોગમાં લઇ શકો છો.

8. હવે એમાં ચોરસ આકારમાં સમારેલાં કેપ્સિકમ અને થોડું મીઠું ઉમેરી સરસ રીતે મિક્સ કરી લો.

9. હવે એમાં ટોમેટો સોસ અને આજીનો મોટો (Tomato sauce and Ajinomoto) ઉમેરો. કેપ્સિકમ અડધા-પડધા રંધાઇ જાય એટલે એમાં તળેલા ફ્લાવરના પીસ ઉમેરો અને સોયાસોસ, ચિલી સોસ (Soya Sauce, Chili Sauce) તથા મરી પાવડર મિક્સ કરો. જરુર જણાય તો 1 ચમચી કોર્નફ્લોરમાં 2 ચમચી પાણી ઉમેરી બનાવેલી સ્લરી ઉમેરીને ઘટ્ટ કરી લો. ફટાફટ તમામ સામગ્રીને હલાવીને એક પ્લેટમાં કાઢી લો અને લીલી ડુંગળીથી એને ગાર્નિશ કરો.

તો તૈયાર છે તમારું ચટપટું, ઘરે બનાવેલું ગરમાગરમ ગોબી મંચુરિયન…એને ખાઇને બાળકો તો ઠીક પણ મોટાં પણ ખુશ થઇ જશે!


આ પણ વાંચો: શિયાળામાં ઠંડી ઉડાડવા અને શરીરને લોખંડી તાકાત આપવા ઘરે બનાવો આ 6 ‘પ્રોટીન રિચ’ શાક: અહીં જાણો ફાયદા અને બનાવવાની રીત

આ પણ વાંચો : શિયાળામાં કેળા ખાવા વરદાન કે પછી સમસ્યા? રોજના 2 કેળા હાડકાં અને હૃદયને શું અસર કરે છે જાણીએ…

આ પણ વાંચો: શિયાળામાં સ્વેટરની જરૂર જ નહીં પડે! ડાયટમાં સામેલ કરો આ 5 ‘નેચરલ હીટર’ જેવા ફૂડ્સ, શરીર અંદરથી રહેશે ગરમ અને બીમારીઓ રહેશે દૂર