RAJKOT: રાજકોટમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શાકભાજીની લારી ચલાવતો યુવક અચાનક બેભાન થઈ જતા લોકોમાં કુતુહલ સર્જાયું છે. યુવાન બેભાન થયો હોવાના CCTV પર સામે આવ્યા છે. આ ઘટના શહેરમાં આવેલા ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલી સોસાયટી પાસેથી નીકળે છે ત્યાંજ અચાનક આ ઘટના બને છે. ત્યાર બાદ શાકભાજીની લારી નીચે ઘૂસી ગયો હતો.
આ ઘટના બનતા જ આસપાસના વિસ્તારના લોકો દોડી આવ્યા હતા. યુવકની સ્થિતી ગંભીર હતી જેથી લોકોએ તેને CPR આપ્યું હતું. પરંતુ કોઈ પણ પ્રકારનો ફરક ન પડતા તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. બે દિવસ સારવાર આપ્યા બાદ યુવક સંપૂર્ણ સ્વસ્થ થઈ જતા તેને રજા આપવામાં આવી હતી.

RAJKOT: રાજકોટના યા ટેલિફોન એક્સચેન્જ પાસેની ઘટના
મળતી માહિતી અનુસાર, રાજકોટના રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલી સોસાયટી પાસેથી આ યુવક નીકળતો હતો અને અચાનક જ તે બેભાન થઈ ગયો હતો. અને લારીની નીચે આવી ગયો હતો. 108ના કર્મચારીએ જણાવ્યું હતુ કે અમને કોલ આવતાની સાથે જ અને ત્યા પહોચી ગયા હતા. રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસેની સોસાયટી પાસે એક યુવક બેભાન થઈ ગયો છે તેવો ફોન અમને આવ્યો હતો. જે બાદ તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવમાં આવ્યા હતા.
આ પણ વાંચો:રાજકોટ એરપોર્ટ પર પાર્કિંગ નિયમોમાં કડક અમલ, ભંગ કરનારને દંડ
આ પણ વાંચો:નશામાં ધૂત થાર ચાલકે રાજકોટમાં ઉત્પાત મચાવ્યો
આ પણ વાંચો: રાજકોટમાં વંદે ભારત ટ્રેનની અડફેટે 3 લોકો, 1નું મોત, ગોંડલ ચોકડી પાસે બની આ ઘટના
