Rajkot News/ રાજકોટ એરપોર્ટ પર પાર્કિંગ નિયમોમાં કડક અમલ, ભંગ કરનારને દંડ

રાજકોટ એરપોર્ટ (Rajkot International Airport) પરથી મુસાફરી કરતા 5,000 હવાઈ મુસાફરોના પરિવારોને અસર કરશે.

Gujarat Top Stories Rajkot Breaking News
Rajkot International Airport: એપ્રોચ રોડ પર પાર્કિંગના નિયમ

Rajkot News: રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ (Rajkot International Airport) પર હવે પાર્કિંગના નિયમો (Parking rules)નો કડક અમલ કરવામાં આવશે. તાજેતરમાં, એવું જોવા મળ્યું છે કે કેટલાક ડ્રાઇવરો એરપોર્ટ તરફ જતા એપ્રોચ રોડ પર આડેધડ રીતે વાહનો પાર્ક કરે છે, જેના કારણે અકસ્માતો (Accidents)નું ગંભીર જોખમ રહેલું છે. રાજકોટ એરપોર્ટ ઓથોરિટીએ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નિયમો લાગુ કર્યા છે અને નો-પાર્કિંગ (No-parking) માટે ₹500 નો દંડ જાહેર કર્યો છે.

VIP એજન્સીને તેના આડેધડ વસૂલાત બદલ દંડ કેમ કરવામાં આવ્યો નથી? આ દંડ રાજકોટ એરપોર્ટ (Rajkot International Airport) પરથી મુસાફરી કરતા 5,000 હવાઈ મુસાફરોના પરિવારોને અસર કરશે. જોકે, અહીં મહત્વનો મુદ્દો એ છે કે એરપોર્ટ ઓથોરિટીએ અગાઉ VIP એજન્સીને દંડ કેમ નથી ફટકાર્યો, જે એરપોર્ટ પર પાર્કિંગના નામે હવાઈ મુસાફરોના પરિવારો પાસેથી આડેધડ વસૂલાત કરી રહી છે?

Rajkot International Airport: એપ્રોચ રોડ પર નો પાર્કિંગ

રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે હવે પાર્કિંગ નિયમોનો કડક અમલ શરૂ કરવામાં આવ્યો છે. તાજેતરમાં એરપોર્ટના એપ્રોચ રોડ, કર્બ સાઈડ અને શહેર તરફના વિસ્તારોમાં કેટલાક વાહનચાલકો દ્વારા આડેધડ વાહન પાર્ક કરી દેવામાં આવતા અકસ્માતનો ગંભીર ખતરો ઉભો થયો હતો. જાહેર સલામતીને ધ્યાનમાં રાખીને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નિયમો અનુસાર હવે ‘નો પાર્કિંગ’ ઝોનમાં વાહન પાર્ક કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. નિયમ ભંગ કરનાર વાહનચાલકોને રૂ.500નો દંડ ભરવો પડશે. એરપોર્ટ ડાયરેક્ટરે સ્પષ્ટ કર્યું છે કે આ કાર્યવાહી વર્ષ 2020ના એરપોર્ટ મેનેજમેન્ટ સુધારા નિયમો હેઠળ કરવામાં આવી રહી છે અને તેનો કડક અમલ સુનિશ્ચિત કરવામાં આવશે.

નો-પાર્કિંગ (No-parking) વિસ્તારોમાં પાર્કિંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી રાજકોટ એરપોર્ટના ડિરેક્ટર દિગંત બોરાએ દિવ્ય ભાસ્કર ડિજિટલને જણાવ્યું હતું કે, જાહેર સલામતીને પ્રાથમિકતા આપતા, એરપોર્ટ ઓથોરિટીએ એરપોર્ટ પરિસરમાં નો-પાર્કિંગ વિસ્તારોમાં પાર્કિંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે, જેમાં એપ્રોચ રોડ, કર્બ સાઈડ અને શહેર સાઈડનો સમાવેશ થાય છે. આનો કડક અમલ કરવામાં આવશે, અને આનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વાહનચાલકને ₹500 નો દંડ ફટકારવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ કાર્યવાહી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા 19 ઓક્ટોબર, 2020ના રોજ પ્રકાશિત એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એરપોર્ટ મેનેજમેન્ટ) બીજા સુધારા નિયમો, 2020 દ્વારા આપવામાં આવેલી સત્તાઓના આધારે કરવામાં આવશે. ગેઝેટ સૂચના (CG-DL-E-19102020-222552) અનુસાર, નિયમોનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ કાયદાની કલમ 42 ની પેટા-કલમ (3) હેઠળ દંડને પાત્ર રહેશે.


આ પણ વાંચો:રાજકોટ મહિલા ટ્રાફિક પોલીસે કાર ચાલકને જાહેરમાં ચાર લાફા ઝીંક્યા

આ પણ વાંચો:વિજય રૂપાણીનો મૃતદેહને લઈ પરિવાર રાજકોટ એરપોર્ટ પહોંચ્યો

આ પણ વાંચો:રાજકોટ : સ્કૂલના કેમ્પસમાં વાહનો પાર્ક નહિ કરવા દેતી 7 શાળાઓને નોટિસ