Rajkot News: રાજકોટ હિરાસર એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરાયા છતાં ડોમેસ્ટિક ફ્લાઈટ ઉડતી હોવાના મામલે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. રમકડાના પ્લેન બતાવીને બહુમાળી ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.
રાજકોટ કોંગ્રેસે ચૂંટણી પૂર્વે પ્રજાના પૈસાનું ભાજપે 1400 કરોડ રૂપિયાનું આંધણ કર્યું હોવાના આક્ષેપ કર્યા છે. રાજકોટ હિરાસર એરપોર્ટ પર ઈન્ટરનેશનલ ફ્લાઈટ ઉડતી ન હોવાના કોંગ્રેસે વિરોધ કર્યો છે. રમકડાના પ્લેન બતાવીને બહુમાળી ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. રમકડાના પ્લેન ઉડાડી સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો છે. સમયસર ઇન્ટરનેશનલ ફલાઇટ ન શરૂ થતા વિરોધ કરવામાં આવ્યો છે.
15 ઓગસ્ટ સુધીમાં એરપોર્ટ ખાતે સ્થાયી ટર્મિનલનું નિર્માણ કાર્ય પૂર્ણ થશે તેમજ જાણવા મળ્યું છે. નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ સ્થાયી ટર્મિનલમાં ડોમેસ્ટિક ફ્લાઈટનું સંચાલન કરવામાં આવશે. ઇન્ટરનેશનલ ફ્લાઈટના સંચાલન માટે અન્ય સ્થાયી ટર્મિનલ બનાવવા બાબતે પ્લાનિંગ ચાલી રહ્યું છે. અસ્થાયી ટર્મિનલમાં કાર્ગોનું સંચાલન કરવામાં આવશે.
આ પણ વાંચો: જામનગરની જીજી હોસ્પિટલના લાંચકાંડમાં સંડોવાયેલ પટાવાળો પકડાયો
આ પણ વાંચો: ચોમાસામાં કુદરતી નજારો માણવા અમદાવાદ એરપોર્ટથી સીધી ફ્લાઈટ પકડો
આ પણ વાંચો: સોમનાથમાં વનવિભાગને મળી સફળતા, દિપડો આખરે પાંજરે પૂરાયો
