Not Set/ મુક્ત થયેલાં હાફિઝે વીડીયો જાહેર કરી ઝેર ઓક્યું: કાશ્મીર તો આઝાદ થઇને જ રહેશે

લાહોર, મુંબઈ હુમલાની વરસીના બે દિવસ પહેલા જ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને મુક્ત કરવાનો આદેશ અપાયો છે. પંજાબ હાઈકોર્ટ તરફથી આ આદેશ જાહેર કરવામાં આવ્યા બાદ હાફિઝ સઈદે વીડિયો સંદેશ જાહેર કરીને પોતાની આઝાદીને પાકિસ્તાનની આઝાદીની જીત ગણાવી છે. હાફિઝે પોતાના નાપાક ઈરાદાઓ જાહેર કરતા જણાવ્યુ છે કે ભારત ગમે તે કરી લે મારો […]

Top Stories

લાહોર,

મુંબઈ હુમલાની વરસીના બે દિવસ પહેલા જ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને મુક્ત કરવાનો આદેશ અપાયો છે. પંજાબ હાઈકોર્ટ તરફથી આ આદેશ જાહેર કરવામાં આવ્યા બાદ હાફિઝ સઈદે વીડિયો સંદેશ જાહેર કરીને પોતાની આઝાદીને પાકિસ્તાનની આઝાદીની જીત ગણાવી છે.

હાફિઝે પોતાના નાપાક ઈરાદાઓ જાહેર કરતા જણાવ્યુ છે કે ભારત ગમે તે કરી લે મારો વાળ પણ વાંકો કરી શકશે નહીં. કાશ્મીર ટૂંક સમયમાં જ આઝાદ થઈને રહેશે. હાફિઝ સઈદે પોતાના વીડિયો સંદેશમાં ન્યાયાધીશોનો આભાર માન્યો છે. તેણે જણાવ્યુ કે, આ તમામ પાકિસ્તાની નાગરીકોની જીત છે. લાહોર હાઈકોર્ટના તમામ વકિલોએ પણ મારો સાથ આપ્યો છે. કાશ્મીરના કારણે ભારત મારી પાછળ પડ્યુ છે, પરંતુ તેમના તમામ પ્રયત્નો નિષ્ફળ જઈ રહ્યા છે.

હાફિઝ સઈદને પાકિસ્તાનમાં અનેક સંરક્ષણ મળ્યા બાદ ચાલુ વર્ષે જાન્યુઆરી મહિનામાં તેના જ ઘરમાં નજરકેદ કરવામાં આવ્યો હતો. અમેરિકાએ હાફિઝ સઈદ પર ૬૪ કરોડ રૂપિયાનુ ઈનામ રાખેલુ છે.  ભારત ઉપરાંત અમેરિકા પણ હાફિઝ સઈદને મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ ગણે છે. પાકિસ્તાનના આ નિર્ણય પાછળ એવુ માનવામાં આવી રહ્યુ છે કે, સરકારનુ પણ હાફિઝ સઈદને ખુલ્લુ સમર્થન છે. જેના કારણે હાફિઝને મુક્ત કરવાનો તખ્તો એક મહિના અગાઉ જ ઘડાઈ ચુક્યો હતો. ગત મહિને તેના ચાર સાથીઓને મુક્ત કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ હાફિઝની મુક્તિમાં માત્ર ઔપચારિક્તા જ બાકી હતી.