Monsoon Travel/ ચોમાસામાં કુદરતી નજારો માણવા અમદાવાદ એરપોર્ટથી સીધી ફ્લાઈટ પકડો

અમદાવાદીઓ આ વખતે ચોમાસામાં તમે ક્યાં જવાનું આયોજન કરી રહ્યા છો? અમદાવાદના……….

Gujarat Ahmedabad

Ahmedabad News: અમદાવાદીઓ આ વખતે ચોમાસામાં તમે ક્યાં જવાનું આયોજન કરી રહ્યા છો? અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી પ્રવાસીઓ માટે લાંબા અંતરની સીધી ફ્લાઈટ પકડી શકો છો. તો ક્યાંથી ફ્લાઈટમાં જશો.

ઔલી: ઔલીના કુદરતી સૌંદર્યને નિહાળવા માટે અમદાવાદથી દેહરાદૂનના જોલી ગ્રાન્ટ એરપોર્ટ સુધીની ડાયરેક્ટ ઈન્ડિગો ફ્લાઈટમાં આહલાદક હવામાનનો ભરપૂર આનંદ માણીને 188 કિમીની આહલાદક રોડ ટ્રીપ કરીને ઔલી પહોંચી શકાશે.

જયપુર: ચોમાસાના આકાશમાં ગુલાબી શહેરની રહસ્યમય આભાના સાક્ષી બનો. અમદાવાદથી જયપુર એરપોર્ટ સુધી ઈન્ડિગો એરલાઈન્સની 4 ફ્લાઈટ અને સ્પાઇસજેટ એરલાઈન્સની દરરોજ 1 ફ્લાઈટ હોય છે. જેથી અમદાવાદથી સીધી ફ્લાઈટ્સ દ્વારા ભવ્ય કિલ્લાઓ અને મહેલોની ભવ્યતામાં તલ્લીન બની શકાશે.

દેહરાદૂન: દેહરાદૂનમાં કુદરતી સૌંદર્ય અને આધુનિક સુવિધાઓના સંયોગને માણો અને મસૂરી, હરિદ્વાર કે ઋષિકેશની સાહસિક સફર કરો. ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા દરરોજ સવારે 6:20 વાગ્યે અમદાવાદથી દેહરાદૂનના જોલી ગ્રાન્ટ એરપોર્ટ માટે સીધી ફ્લાઇટ્સ મળી રહે છે. જે 1 કલાક 40 મિનિટના સમય બાદ દેહરાદૂન પહોંચાડે છે.

ઇન્ડિગો એરલાઈન્સની રોજ દહેરાદૂનની ફ્લાઈટ ઉડાન ભરે છે

લોનાવલા અને મહાબળેશ્વર: ધુમ્મસની ટેકરીઓ અને ઝરમર ધોધ વચ્ચે ચોમાસાના જાદુનો અનુભવ કરી શકાશે. તેના માટે 2 અકાસા એર અને 3 ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ દ્વારા અમદાવાદથી પુણે સુધીના અનુકૂળ ફ્લાઈટ સાથે આકર્ષક દૃશ્યો અને રોમાંચક રેલવે ટ્રેક્સનો આનંદ લઈને લોનાવાલા કે મહાબળેશ્વર પહોંચી શકાશે.

મુન્નાર અને એલેપ્પી: મુન્નારના લીલાછમ ચાના બગીચાઓ અને એલેપ્પીના શાંત બેકવોટર્સ ચોમાસા દરમિયાન શાંતિના આશ્રયસ્થાન જેવા છે. અમદાવાદથી ડાયરેક્ટ ઈન્ડિગો એરલાઈન્સની કોચીન સુધીની ફ્લાઈટ્સ લઈને 110 કિલોમીટર દૂર મુન્નાર અને 73 કિલોમીટર દૂર અલેપ્પી પહોંચાડી શકશે અને તમને આ અદભૂત સ્થળોના નયનરમ્ય દર્શન કરાવશે.

ગોવા: ચોમાસાના વરસાદમાં ગોવાની વાઇબ્રન્ટ ભાવના જીવંત બને છે. જાજરમાન દૂધસાગર ધોધ, ઐતિહાસિક ઈમારતો અને અગુઆડા કિલ્લાના આકર્ષણમાં તરબોળ બનવા અમદાવાદથી મોપા અને ડાબોલિમ એરપોર્ટ બંને માટે કનેક્ટિવિટી ઉપલબ્ધ છે. ઉત્તર ગોવાના અનુભવ માટે ઈન્ડિગો, સ્પાઈસજેટ અને અકાસા એર દ્વારા દરરોજની 1 ફ્લાઈટ સાથે મોપા ઈન્ટરનેશનલ એરપોર્ટથી ઉડાન ભરી શકાશે.

આ ઉપરાંત કચ્છ પણ ચોમાસામાં ફરવા માટે ખૂબ સુંદર ડેસ્ટિનેશન છે. ચોમાસા દરમિયાન કચ્છના રણમાં છુપાયેલી સુંદરતાના સાક્ષી બનો. વિશાળ રણ મેદાનો પાણીની વન્ડરલેન્ડમાં પરિવર્તિત થાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જામનગરની જીજી હોસ્પિટલના લાંચકાંડમાં સંડોવાયેલ પટાવાળો પકડાયો

આ પણ વાંચો: સોમનાથમાં વનવિભાગને મળી સફળતા, દિપડો આખરે પાંજરે પૂરાયો

આ પણ વાંચો: બોટાદવાસીઓ આનંદો! કાળુભાર ડેમમાં નવા નીર આવતા પાણીની આવક વધી