Ahmedabad News: રાજ્યમાં હવે ગુટલીબાજ શિક્ષકો પછી ગુટલીબાજ આચાર્યનો પણ ખુલાસો થયો છે. તેના લીધે સરકારમાં પણ ચકચાર મચી ગઈ છે. તેના કારણે ડીઇઓ આચાર્યને નોટિસ આપવાની ફરજ પડી છે. આ ઘટના પાછી રાજ્યના અંતરિયાળ વિસ્તારની નથી, પણ અમદાવાદ જેવા મેટ્રો શહેરની છે.
અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવા વાડજની ગણેશ વિદ્યાલયના આચાર્ય વિદેશ જતાં રહેતા તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. કોઈ પણ જાણકારી વિના આચાર્ય જસ્મીના પટેલ વિદેશ જતાં રહેતા DEOએ તેમને નોટિસ ફટકારી છે. DEOની જાણ બહાર શાળા મંડળ દ્વારા આચર્યાની 137 દિવસની રજા મંજૂર કરી દેવાઈ હતી. ત્યારે હવે DEOએ આચાર્યને નોટિસ ફટકારીને રજા અંગે ખુલાસો માંગ્યો છે.
આ અંગે હવે 16 ઓગસ્ટે સુનાવણી થવાની છે, જેમાં આચાર્યને હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. સાથે જ જો આચાર્ય હાજર નહીં રહે તો ગ્રાન્ટમાં 100 ટકા સુધીનો કાપ કરવા સુધીના પગલાં લેવાની અમદાવાદ DEOએ કાર્યવાહી કરવાની વાત કરી છે.
વિદેશ પ્રવાસે જતાં પહેલા DEOનું NOC લેવાનો નિયમ છે. જયારે નવા વાડજની ગણેશ વિદ્યાલયના આચાર્ય જસ્મીના પટેલ DEOની મંજૂરી વિના જ વિદેશ જતા રહ્યા હોવાને કારણે તેમની વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે. સાથે જ DEOએ સૂચના આપી છે કે જો તે રૂબરૂ હાજર નહીં રહે તો 100 ટકા ગ્રાન્ટ કાપવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં એક બાદ એક શિક્ષકોની લાલિયાવાડી સામે આવી છે, જો કે આ પછી સરકાર એક્શનમાં આવી ગઈ છે. શાળામાં ગેરહાજર રહેતા શિક્ષકોને બરતરફ કરી દેવામાં આવ્યા છે. રાજ્યના 134 જેટલા શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો:જામનગરમાં જર્જરિત ઈમારત થઈ ધરાશાયી
આ પણ વાંચો:અરવલ્લીમાં બાંગ્લાદેશી યુવક ઝડપાયા બાદ થયા મોટા ખુલાસા
આ પણ વાંચો:વંદે ભારત ટ્રેનથી રાજ્યનાં પાંચ લાખ કર્મચારીઓને થશે સીધો ફાયદો
