Junagadh News: જૂનાગઢમાં સરકારને મોટો લાભ થયો. અષાઢી બીજ પહેલા જ સબ-રજીસ્ટ્રારની કચેરીમાં 2 દિવસની અંદર 147 દસ્તાવેજ થયા. લોકો સોનું, જમીન અથવા કોઈ સારા કામ માટે અષાઢી બીજ, દિવાળી, લાભપાંચમ જેવા શુભ મુહુર્ત જોતા હોય છે. હાલમાં જ અષાઢી બીજના શુભ દિવસ ગયો અને આ દિવસે અનેક શુભ કાર્યો થયા. જો કે આ વખતે અષાઢી બીજ રવિવાર હતી અને આ દિવસે સરકારી કચેરીમાં રજા હોય છે. આથી જે લોકો પ્રોપર્ટી ખરીદવા માંગતા હતા તેઓએ આ શુભ દિવસ બાદ જ તેની ખરીદી કરતા દસ્તાવેજ માટે સરકારી કચેરીમાં લોકોનો ધસારો જોવા મળ્યો.
એક અધિકારીએ નામ ના આપવાની શરતે જણાવ્યું કે અષાઢી બીજ પછીના 2 દિવસમાં જૂનાગઢની ત્રણેય રજીસ્ટ્રાર ઓફિસમાં નોંધણી માટે ભારે ઘસારો થયો હતો. શહેરની સીટી- 1 ટીંબાવાડી, સીટી- 2 રૂરલ અને સીટી- 3 તાલુકા કચેરી મળીને સોમ- મંગળ બે દિવસમાં કુલ 147 દસ્તાવેજની નોંધણી થઇ અને તેના થકી સ્ટેમ્પડ્યુટી રૂપિયા 50,17,222 અને રજીસ્ટ્રેશન ફી થકી રૂા.9,24,535ની સરકારને ત્રણેય સબરજીસ્ટ્રારમાંથી આવક થઇ હતી. બંને દિવસમાં મહિલાઓના નામે 22 પ્રોપર્ટીની ખરીદી થઈ હતી. અધિકારીના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક વર્ષો કરતા આ વર્ષમાં પ્રોપર્ટીમાં મહિલાઓના નામે નોંધણીમાં વધારો જોવા મળ્યો છે. કારણ કે મહિલાઓના નામે નોંધણી કરાવાતા રજીસ્ટ્રેશન ફીમાંથી 1 ટકા માફી મળે છે.
આ પણ વાંચો: જામનગરની જીજી હોસ્પિટલના લાંચકાંડમાં સંડોવાયેલ પટાવાળો પકડાયો
આ પણ વાંચો: સોમનાથમાં વનવિભાગને મળી સફળતા, દિપડો આખરે પાંજરે પૂરાયો
