Gandhinagar News: ભાજપમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સંગઠન પુર્નરચનાની કવાયતે જોર પકડ્યુ છે. ભાજપના પ્રદેશ પ્રમુખ વિશ્વકર્માએ સંગઠન પુર્નરચનાના માટે જિલ્લા દીઠ સેન્સ લેવાની પ્રક્રિયા તેમની વિવિધ જિલ્લાની યાત્રામાં પૂરી કરી હતી. તેના પછી હવે દરેક જિલ્લામાં સંગઠનને નવો ઓપ આપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તેના સંદર્ભમાં રવિવારે ભાજપના ભાવનગર, મહીસાગર અને અરવલ્લી જિલ્લાના ઉપપ્રમુખો, મહામંત્રી અને નિમણૂકો તથા જાતિગત મોરચાના પ્રમુખોની નિમણૂકોની જાહેરાત કરવામાં આવી હતી. તેના પગલે સંગઠનને નવું જોમ મળ્યું છે.
તેમાં ભાવનગર મનપાનું સંગઠન જાહેર કરવામાં આવ્યું છે. ભાવનગર મનપામાં 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી અને 8 મંત્રી નીમવામાં આવ્યા છે. તમામ મોરચાના પ્રમુખ અને મહામંત્રી બનાવવામાં આવ્યા છે. આના પગલે ભાવનગર ભાજપમાં આગામી દિવસોમાં નોંધપાત્ર રાજકીય ધમધમાટ જોવા મળી શકે છે. નવી નિમણૂકોના પગલે સંગઠનની બેઠકોનું કામકાજ વેગવંતુ બની શકે છે.
આ જ રીતે ભાજપે મહીસાર જિલ્લાનું સંગઠન જાહેર કર્યુ હતુ. તેમા તમામ 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી અને 8 મંત્રી નીમવામાં આવ્યા છે. આ જ રીતે તમામ મોરચાના પ્રમુખ અને મહામંત્રી બનાવવામાં આવ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે થયેલા ફેરફારના કારણે સંગઠનને નવું જોમ મળ્યું છે. નવી નિમણૂકોના પગલે સંગઠનના યુવા કાર્યકરોમાં રાજકીય પ્રવૃત્તિઓને લઈને ઉત્સાહન અને તરવરાટ જોવા મળી રહ્યો છે. તેઓ આગામી ચૂંટણીમાં પક્ષના સારા દેખાવ માટે ઉત્સાહપૂર્વક કામગીરી કરવા તૈયાર છે.
આ દિશામાં આગળ વધતા ભાજપે અરવલ્લી જિલ્લાનું સંગઠન જાહેર કર્યુ હતુ. તેમા 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી અને 8 મંત્રી નીમવામાં આવ્યા હતા. આ ઉપરાંત તમામ મોરચાના પ્રમુખ અને મહામંત્રી બનાવવામાં આવ્યા છે. અરવલ્લી ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં આવે છે. આમ સંગઠનમાં નવા લોહીને અને નવા ચહેરાઓને તક આપવામાં આવતા સંગઠન તીવ્ર ઝડપ હાંસલ કરે તેમ માનવામાં આવે છે.
આ પણ વાંચો: ગુજરાત ભાજપ સંગઠનમાં નવા જુનીના એંધાણ, CM,DyCMની PM સાથે દિલ્હી બેઠક
આ પણ વાંચો: જગદીશ વિશ્વકર્માએ સંભાળી ગુજરાત ભાજપની કમાન
આ પણ વાંચો: હવે થઈ શકે છે મંત્રી મંડળમાં મોટા ફેરફાર!, ગુજરાત ભાજપમાં આવી શકે છે સારા સમાચાર
