જ્યારથી તાલિબાને અફઘાનિસ્તાનમાં સત્તા સંભાળી છે,ત્યારથી મહિલાઓ પર અત્યાચાર વધ્યા છે અને તેમના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થયું છે. તાલિબાન સરકારે અફઘાનિસ્તાનમાં શાળા શિક્ષણ અને નોકરીઓ માટે મહિલાઓ અને છોકરીઓ સામે ઘણા હુકમો જારી કર્યા છે. હવે તાલિબાને વધુ એક વાહિયાત હુકમ જારી કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે મહિલાઓને લાંબા અંતરની મુસાફરી ત્યારે જ કરવાની મંજૂરી આપવામાં આવશે જો તેમની સાથે નજીકના પુરૂષ સંબંધી હાજર હોય. એટલે કે હવે અફઘાનિસ્તાનમાં મહિલાઓ પોતાની રીતે મુસાફરી કરી શકશે નહીં.
અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારના પ્રવક્તા સાદિક આકીફ મુહાજિરે ફ્રાન્સ પ્રેસની એજન્સીને જણાવ્યું કે જે મહિલાઓ 72 કિમીની મુસાફરી કરવા માંગે છે. જો તેમની સાથે કોઈ નજીકના પુરૂષ સંબંધી ન હોય, તો તેમને મુસાફરી કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સ્ત્રી સાથે પુરુષ હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે 15 ઓગસ્ટે અમેરિકી સેના અફઘાનિસ્તાન છોડ્યા બાદ તાલિબાને દેશનો કબજો મેળવી લીધો હતો. ત્યારથી, તાલિબાન સરકારે મહિલાઓ પાસેથી રોજગારની તકો છીનવી લીધી અને ઘણી સ્ત્રીઓને નોકરીમાં જોડાવા પર પ્રતિબંધ મૂક્યો છે આ ઉપરાંત મોટી સંખ્યામાં શાળાઓમાંથી છોકરીઓના નામ પણ દૂર કરવામાં આવ્યા હતા
