National News/ બિહારમાં નીટ પરીક્ષામાં 30-40 લાખની ડીલ! અસલી વિદ્યાર્થીની જગ્યાએ પરીક્ષા આપતો સોલ્વર પકડાયો

બિહારમાં NEET-UG ની રી-એક્ઝામ દરમિયાન લખીસરાઈમાં બાયોમેટ્રિક ચેકિંગ વખતે એક નકલી સોલ્વર પકડાયો છે. પાવાપુરી મેડિકલ કોલેજના MBBS ના વિદ્યાર્થીઓએ 30 થી 40 લાખમાં આ ડીલ કરી હતી. પોલીસે ૧૪ લોકોની ધરપકડ કરી છે.

NATIONAL Top Stories India Education
NEET

Bihar NEET-UG Solver Gang Paper Leak: બિહારમાં નીટ-યુજી (NEET-UG) ની રી-એક્ઝામ દરમિયાન સાયબર અને મેડિકલ માફિયાઓનું એક બહુ મોટું નેટવર્ક સામે આવ્યું છે. લખીસરાઈ જિલ્લાના એક પરીક્ષા કેન્દ્ર પરથી શરૂ થયેલી તપાસનો રેલો હવે નાલંદાની પાવાપુરી મેડિકલ કોલેજ સુધી પહોંચી ગયો છે. પરીક્ષા કેન્દ્ર પર કડક બાયોમેટ્રિક (Biometric) ચેકિંગ દરમિયાન અસલી વિદ્યાર્થીની જગ્યાએ બેસીને પરીક્ષા આપતા એક નકલી વિદ્યાર્થી એટલે કે ‘સોલ્વર’ ને રંગેહાથ પકડી પાડવામાં આવ્યો છે. આ ભાંડો ફૂટતાં જ સમગ્ર શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી ગઈ છે.

અસલી સંજીતની જગ્યાએ પરીક્ષા આપતો હતો મંતોષ

આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે બાયોમેટ્રિક વેરિફિકેશન દરમિયાન અસલી ઉમેદવાર સંજીતના બદલે મંતોષ નામનો નકલી વિદ્યાર્થી પેપર આપતો ઝડપાયો હતો. પોલીસે આ મામલે તાત્કાલિક એક્શન લઈને નકલી ઉમેદવાર મંતોષ, અસલી ઉમેદવાર સંજીત, તેના ભાઈ અને બાયોમેટ્રિક ટીમના ૬ કર્મચારીઓ સહિત કુલ 14 લોકોની ધરપકડ કરી લીધી છે. આ સમગ્ર ગેંગ પરીક્ષા સિસ્ટમમાં છેડછાડ કરીને નકલી ઉમેદવારોને બેસાડવાનું કામ કરતી હતી.

NEET પરીક્ષાની એક સીટ માટે 30 થી 40 લાખની ડીલ

પોલીસ પૂછપરછમાં પકડાયેલા સોલ્વર મંતોષે ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે, અન્ય વિદ્યાર્થીના નામે પરીક્ષામાં બેસવા માટે 30 થી 40 લાખ રૂપિયાની મોટી ડીલ થઈ હતી. પાવાપુરી મેડિકલ કોલેજના 2022 બેચના MBBS ના વિદ્યાર્થી રવિશંકર ઉર્ફે સમ્રાટે તેને મોટી રકમની લાલચ આપીને આ કામ માટે તૈયાર કર્યો હતો. આ ખુલાસા બાદ પાવાપુરી મેડિકલ કોલેજ (VMIMS) માં હડકંપ મચી ગયો છે. પોલીસે જ્યારે કોલેજ કેમ્પસમાં દરોડા પાડ્યા ત્યારે મુખ્ય શંકાસ્પદ રવિશંકર સહિત મેડિકલ કોલેજના ૩ વિદ્યાર્થીઓ ગાયબ થઈ ગયા હતા અને તેમના ફોન પણ સ્વિચ ઓફ છે. પોલીસ હાલ આ ફરાર માસ્ટરમાઇન્ડ્સને પકડવા માટે સતત દરોડા પાડી રહી છે.


આ પણ વાંચો: ન પાસપોર્ટ છે, ન વિદેશ જવાના પૈસા, નીટ પરીક્ષાના સેન્ટરમાં NTA ની મોટી બેદરકારી પર ભડક્યો વિપક્ષ

આ પણ વાંચો:હું પરીક્ષા પાસ ન કરી શક્યો…, ગાઝિયાબાદમાં NEET ની તૈયારી કરતા વિદ્યાર્થીએ ફાંસો ખાધો

આ પણ વાંચો:  NEET પરીક્ષાના પેપરો વિમાનો દ્વારા મોકલાશે, સુરક્ષા વ્યવસ્થા પર PM Modi ની સીધી નજર