ગાંધીનગર:
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી બે દિવસની ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેમના ગુજરાત પ્રવાસનો આજે અંતિમ દિવસ છે તેમના પ્રેવાસના અંતિમ દિવસે સ્વર્ગવાસી ઈરશાદ મિર્ઝાના ઘરે તેઓ પહોચ્યા હતા અને ઇરશાદબેગ મિર્ઝાના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. રાહુલગાંધી સાથે કોંગ્રેસના દિગ્ગજ નેતા અશોક ગહેલોત અને ભરતસિંહ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર બાદ તેઓ મધુસુદન મિસ્ત્રીના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને મધુસુદન મિસ્ત્રીના પૂત્ર પરીક્ષીત મિસ્ત્રીને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
મહત્વનું છે કે 2 દિવસ પહેલા કોંગ્રેસના પૂર્વ રાજ્યસભા સાંસદ મધુસુદન મિસ્ત્રીના પૂત્ર પરિક્ષીત મિસ્ત્રીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. રાહુલ ગાંધી જ્યારે ગુજરાતની મુલાકાતે છે ત્યારે ગાંધીનગર સ્થિત તેમના નિવાસ્થાને પહોંચ્યા હતા. મધુસુદન મિસ્ત્રીના પરીવારજનોને સાંત્વના આપી હતી. ત્યાર પછી રાહુલ ગાંધી આજે પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના ઘરે પહોંચ્યા હતા. માધવસિંહ સોલંકીના પત્નીનું થોડાં સમય પહેલાં નિધન થયું હતું ત્યારે માધવસિંહ સોલંકીને રાહુલ ગાંધીએ સાંત્વના પાઠવી હતી. જ્યાં રાહુલ ગાંઘી સાથે કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોત અને ભરતસિંહ સોલંકી પણ હાજર રહ્યા હતા.
