Mehsana News/ સતલાસણા APMC માર્કેટ યાર્ડમાં તસ્કરોએ મચાવ્યો આતંક, 10થી વધુ દુકાનોમાં ચોરી

સતલાસણા APMC માર્કેટ યાર્ડમાં રાત્રે તસ્કરોએ 10થી વધુ દુકાનોના તાળા તોડી ₹7 લાખથી વધુની ચોરી કરી, ચોકીદાર પર હુમલો કર્યો.

Top Stories Gujarat Breaking News
APMC

Mehsana News: મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) માર્કેટ યાર્ડમાં ગત રાત્રે (18 ડિસેમ્બર) તસ્કરોએ ભારે ત્રાસ મચાવ્યો હતો. તસ્કરોએ (Smugglers) એકસાથે 10થી વધુ દુકાનો તેમજ અંદાજે 7 પેઢીઓના તાળા તોડીને અંદાજે 7 લાખ રૂપિયાથી વધુની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ લૂંટના ઈરાદે આવેલા તસ્કરો એટલા બેફામ હતા કે તેમણે માર્કેટ યાર્ડની સુરક્ષા માટે તૈનાત ચોકીદારને પણ નિશાન બનાવ્યો હતો.

APMCમાં તસ્કરોનો ત્રાસ

APMC માર્કેટ યાર્ડમાં ચોરી, ચોકીદારને ગંભીર ઈજા

ચોકીદારે તસ્કરોનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કરતાં તેમણે તેને ક્રૂરતાપૂર્વક માર માર્યો હતો. આ હુમલામાં ચોકીદારને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં (Hospital) સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. હાલ તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.આ ઘટનાની જાણ થતાં જ APMC માર્કેટ યાર્ડના વેપારીઓ અને ખેડૂતોમાં રોષ તેમજ ભયનો માહોલ ફેલાઈ ગયો છે. શિયાળુ પાકની સિઝન ચાલુ હોવાથી બજાર યાર્ડમાં મોટી માત્રામાં રોકડ રકમના વ્યવહારો થતા હોય છે. આ જ કારણે તસ્કરોએ આ સમયે આ બજારને નિશાન બનાવ્યું હોવાનું અનુમાન છે. વેપારીઓએ આ ઘટના બાદ સુરક્ષાની માંગ વધારી છે અને પોલીસ તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહીની અપીલ કરી છે.

APMC

 

સતલાસણા APMC માર્કેટ યાર્ડમાં તસ્કરોએ મચાવ્યો આતંક, 10થી વધુ દુકાનોમાં ચોરી

ઘટનાની જાણ થતાં જ સતલાસણા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમ તેમજ ડોગ સ્ક્વોડને બોલાવીને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. હાલ પોલીસ સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે અને તસ્કરોની ઓળખ કરવાના પ્રયાસો કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મહેસાણા નાગરિક બેન્કની ચૂંટણીમાં 48 વર્ષે થયું સત્તામાં પરિવર્તન

આ પણ વાંચો: મહેસાણામાં બીજી વાર ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું

આ પણ વાંચો: મહેસાણાના ઊંઝા ઓવરબ્રિજ અકસ્માતનો કેસ નીકળ્યો ખૂન કેસ