Ahmedabad News/ ધોળકાના પોપટપરામાં લગ્ન જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગ,100 થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ

આ જમણવારમાં 1000 થી વધુ મહેમાનોએ ભોજન લીધું હતું, જેમાંથી લગભગ 100 થી 125 જેટલા લોકોને ગંભીર ફૂડ પોઇઝનિંગ થયું છે.

Ahmedabad Top Stories Gujarat Breaking News
ફૂડ પોઇઝનિંગ

Ahmedabad News:અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના પોપટપરા વિસ્તારમાં બુધવારે રાત્રે એક ભવ્ય લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે. આ જમણવારમાં 1000 થી વધુ મહેમાનોએ ભોજન લીધું હતું, જેમાંથી લગભગ 100 થી 125 જેટલા લોકોને ગંભીર ફૂડ પોઇઝનિંગ થયું છે.

જમણવાર બાદ થોડી જ વારમાં મહેમાનોને ઉલટી, ઝાડા, પેટમાં દુખાવો, ચક્કર અને કમજોરી જેવી તકલીફો શરૂ થઈ હતી. સ્થિતિ ગંભીર બનતા રાત્રે જ 108 એમ્બ્યુલન્સ સહિત 7 થી વધુ એમ્બ્યુલન્સ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અસરગ્રસ્ત દર્દીઓને તાત્કાલિક ધોળકા સિવિલ હોસ્પિટલ (Civil Hospital)ખેડા અને અમદાવાદની (Ahmedabad) અલગ-અલગ ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.

ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ મોડી રાત્રે ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે,“જે લોકોને તકલીફ થઈ છે તે બધાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડી દેવામાં આવ્યા છે. હાલ સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. જે મહેમાનો જમણવાર બાદ પોતાના ઘરે પરત ફર્યા છે, જરૂર પડે તો તેમને પણ સારવાર અપાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ મહેસાણાના કોલવડા ગામમાં ફૂડ પોઇઝનિંગના લીધે 33ને ઝાડા ઉલ્ટી

આ પણ વાંચોઃ સુરેન્દ્રનગરમાં ધાર્મિક પ્રસંગે 300થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ

આ પણ વાંચોઃ એપોલો હેલ્થ યુનિ.ના 70થી વધુ વિદ્યાર્થીઓ બન્યા ફૂડ પોઇઝનિંગનો ભોગ