Bhavnagar News: ભાવનગર (Bhavnagar) શહેરના ઘોઘા રોડ અને ગંગાજળિયા વિસ્તારમાં વધતી જતી અસામાજિક પ્રવૃત્તિઓ અને લુખ્ખાગીરીની ફરિયાદો બાદ ભાવનગર પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. શહેરના આ બે વિસ્તારોમાં પોલીસે (Police) મેગા ચેકિંગ ઝુંબેશ શરૂ કરી છે, જેમાં શંકાસ્પદ વાહનો અને અસામાજિક તત્વો પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે. આ ઝુંબેશ દરમિયાન લુખ્ખા તત્વોને નિશાન બનાવી તેમની સઘન તપાસ કરવામાં આવી રહી છે.

આ કાર્યવાહીની શરૂઆત નગરસેવકો દ્વારા રાજ્યના ગૃહમંત્રીને લખવામાં આવેલા પત્ર બાદ થઈ હોવાનું જાણવા મળ્યું છે. ગંગાજળિયા અને ઘોઘા રોડ વિસ્તારમાં વધતી લુખ્ખાગીરી અને અસામાજિક પ્રવૃત્તિઓથી સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ ઊભો થયો હતો.

આ બાબતે નગરસેવકોએ ગૃહમંત્રીને પત્ર લખી પોલીસની નિષ્ક્રિયતા સામે સવાલો ઉઠાવ્યા હતા. પત્રમાં ઉઠેલી ફરિયાદો બાદ ભાવનગર પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું અને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી.

ભાવનગરના પોલીસ અધિક્ષક (SP)ના માર્ગદર્શન હેઠળ ઘોઘા રોડ અને ગંગાજળિયા વિસ્તારમાં વિશેષ પોલીસ ટીમો તૈનાત કરવામાં આવી છે. આ ઝુંબેશમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG)ના કર્મચારીઓની વિશેષ નિમણૂક કરવામાં આવી છે. આ ટીમો દ્વારા શંકાસ્પદ વાહનોની તપાસ, વિસ્તારમાં ફરતા લુખ્ખા તત્વોની ઓળખ અને આવી પ્રવૃત્તિઓ પર અંકુશ લગાવવા માટે સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો:ભાવનગરના કરચલિયાપરા હત્યા કેસમાં મુખ્ય આરોપી યુવરાજ પરમાર ઝડપાયો
આ પણ વાંચો:ભાવનગરમાં ઓનલાઈન ઠગાઈનો વધુ એક કિસ્સો, મહિલાને મફત ડ્રેસની લાલચમાં રૂ. 17,150નું નુકસાન
આ પણ વાંચો:ભાવનગર પોલીસ બેડમાં ખુશીના સમાચાર, 19 પોલીસ કર્મચારીઓને પ્રમોશન
