ઊંઝા,
અલ્પેશ ઠાકોરની એકતા યાત્રા ઊંઝા ઊંમિયા માતાજીના મંદિરે પહોંચી છે અને ઊંઝા ઊમિયા માતાજીના અલ્પેશ ઠાકોરે દર્શન કર્યા હતા. સીએમ રૂપાણીને મળ્યા બાદ અલ્પેશ ઠાકોરએ નિવેદન આપ્યું હતું.
અલ્પેશ ઠાકોર કહ્યું હતું કે, ધારાસભ્ય તરીકે તમામ લોકોને મળવાનું થાય એ વહીવટી પ્રક્રિયાનો ભાગ છે અને એમ પણ કિધું હતું કે દિલ્હી રાજીવ સાતવ સાથે બેઠક પહેલાંથી જ નક્કી હતી. કોંગ્રેસ સાથે નારાજગી મામલે અલ્પેશ ઠાકોરએ પ્રતિક્રિયા પણ આપી છે.
અમારી પાર્ટી પ્રજાના હિત માત્ર કામ કરતી પાર્ટી છે. અમે પ્રજાલક્ષી પ્રશ્નોને લઇ આગળ વધીએ છીએ અને બજેટ ઉપર પણ પ્રતિક્રિયા આપી હતી. એકતા યાત્રા માં હોવાના કારણે હજુ બજેટ નું મૂલ્યાંકન કર્યું નથી. અમે એવું નથી કહેતા કે દેવું માફ કરી ખેડૂતો ને માયકાગલા બનાવી દો. પણ એક વખત દેવું માફ કરી કાયમી કૃષિ નીતિ લાવી જોઈએ.
