Not Set/ આતંકી હુમલાને નિષ્ફળ બનાવવા સરકાર રાખશે ચાંપતી નજર

દિલ્લી, મુંબઈ જેવા આતંકવાદી હુમલાના પ્રયાસો નિષ્ફળ બનાવવા માટે કેન્દ્ર સરકાર અભેદ સમુદ્રીય સુરક્ષા વ્યવ્થાને અંતિમ રૂપ આપવામાં વ્યસ્ત છે. આ હેતુસર મોનિટરીંગ સિસ્ટમને વધારે સંગીન બનાવવા માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સમુદ્રમાં શત્રુઓની નાપાક હરકતો પર દેખરેખ રાખવા માટે ઈસરોના સેટેલાઈટના ફોટાઓની મદદ લેવાઈ રહી છે. પાકિસ્તાની આતંકવાદીઓ 2008માં સમુદ્ર માર્ગે મુંબઈમાં ઘૂસ્યા […]

Top Stories

દિલ્લી,

મુંબઈ જેવા આતંકવાદી હુમલાના પ્રયાસો નિષ્ફળ બનાવવા માટે કેન્દ્ર સરકાર અભેદ સમુદ્રીય સુરક્ષા વ્યવ્થાને અંતિમ રૂપ આપવામાં વ્યસ્ત છે. આ હેતુસર મોનિટરીંગ સિસ્ટમને વધારે સંગીન બનાવવા માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સમુદ્રમાં શત્રુઓની નાપાક હરકતો પર દેખરેખ રાખવા માટે ઈસરોના સેટેલાઈટના ફોટાઓની મદદ લેવાઈ રહી છે.

પાકિસ્તાની આતંકવાદીઓ 2008માં સમુદ્ર માર્ગે મુંબઈમાં ઘૂસ્યા હતાં અને રક્તપાત સર્જ્યો હતો. આ ઘટના પછી સુરક્ષા એજન્સીઓ સમુદ્રીય સુરક્ષા પર બાજ નજર રાખે છે.

આ અંગે ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે, સરકાર સમુદ્ર કાંઠાની સુરક્ષાને વધારે ઘનિષ્ઠ બનાવશે. આ માટે ઈસરોની સેટેલાઈટ તસવીરો દ્વારા શંકાસ્પદ જહાજો અને હોડીઓ પર દેખરેખ રાખવામા આવશે. આ માટે 20 મીટર કરતાં વધારે લાંબી નૌકાઓ પર સેટેલાઈટ દ્વારા દેખરેખ રાખવામાં આવશે.