Amreli/ અમરેલીમાં બે શખ્સોએ નદીમાં લાકડા કાપવાનું કહી સગીરા પર આચર્યું દુષ્કર્મ

અમરેલીમાં બે શખ્સોએ નદીમાં લાકડા કાપવાનું કહી સગીરા પર દુષ્કર્મ આચર્યા બાદ કોઈને ના કહેવાની ધમકી આપી. તેમજ પીડિતને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2024 02 09T151655.556 અમરેલીમાં બે શખ્સોએ નદીમાં લાકડા કાપવાનું કહી સગીરા પર આચર્યું દુષ્કર્મ

અમરેલીમાં બે શખ્સોએ નદીમાં લાકડા કાપવાનું કહી સગીરા પર દુષ્કર્મ આચર્યું. આ ઘટના શહેરના મોટા ઉજાળા વિસ્તારની છે. જ્યાં બે શખ્સોએ વારાફરતી પરપ્રાંતીય સગીર પર દુષ્કર્મ આચર્યું. ત્યાર બાદ બંને નરાધમોએ સગીરાને કોઈ ને જાણ કરી છે તો મારી નાખીશું તેવી ધમકી આપી. સગીર કામ કરતી હતી ત્યારે આ નરાધમોએ તેને નદીમાં લાકડા કાપવાનું કહી લઈ ગયા. ત્યાં ગયા પછી તેના પર પોતાનું પુરુષપણું બતાવતા સગીરા પર જબરજસ્તી કરી. દુષ્કર્મ કર્યા બાદ બે શખ્સોએ મારી નાખવાની ધમકી આપતા સગીરાએ વડીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી.

પોલીસ ફરીયદામાં સગીરાએ જણાવ્યું કે તે ઉજળા ગામની સીમમાં કામ કરી રહી હતી. ત્યારે આ બંને શખ્સોએ લાકડા કાપવાનું કામ છે તેમ કહી મને નદીના પટમાં લઈ ગયા. વાડીની બાજુમાં આવેલ નદીના પટમાં લાકડા કાપવા મને મોકલી પછી એકલતાનો લાભ લઈ મારી સાથે જબરજસ્તી કરી. આ બે શખ્સના નામ લવાભાઈ ચૌહાણ અને મગનભાઈ ચૌહાણ હોવાનું 17 વર્ષીય પરપ્રાંતીય સગીરાએ જણાવ્યું. દુષ્કર્મની ઘટનાને લઈને પોલીસે ફરિયાદ નોંધતા 17 વર્ષની સગીરાને પોતાની હવસનો શિકાર બનાવતા બંને આરોપીઓની પોલીસ તપાસ કરી રહી છે. સીપીઆઈ સી.એચ.ફુગસીયા આ મામલાની આકરી તપાસના આદેશ આપ્યા છે.

રાજ્યમાં મહિલાઓ, યુવતીઓ અને માસૂમ બાળકી પર દુષ્કર્મની ઘટનામાં વધારો થયો છે. કહેવાતા પવિત્ર સંબંધો પર હવે લોકોને વિશ્વાસ નથી રહ્યો. મહિલાઓ બહાર તો શું હવે ઘરમાં પણ સુરક્ષિત નથી. આ મામલે સમાજ સેવી સંસ્થાઓ સહિત તંત્રે પણ વિચારણા કરવાની જરૂર છે. દુષ્કર્મને લઈને હજુ વધુ કડક બનાવવા માંગ કરવામાં આવી છે. તેમજ આવા લોકોના સામાજિક બહિષ્કાર પણ કરવો જોઈએ તેમ કેટલીક પીડિતાઓનો અભિપ્રાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Aamir Khan/આમિર ખાને નથી જોઈ સંદીપ રેડ્ડી વાંગાની આ ફિલ્મો, દિગ્દર્શકની કમેન્ટનો આપ્યો જવાબ

આ પણ વાંચો:Ankita Lokhande/શો છોડ્યા બાદ અંકિતા લોખંડેએ મન્નારાની ઉડાવી મજાક,જાણો શું કહ્યું

આ પણ વાંચો: Bharat Ratna Award/મોદી સરકારની મોટી જાહેરાત, પી.વી. નરસિમ્હા રાવ સહિત ડો. સ્વામીનાથન અને ચૌધરી ચરણ સિંહને ‘ભારત રત્ન’ પુરસ્કારથી કરાશે સમ્માનિત