Not Set/ મેન્સ હોકી વર્લ્ડ કપ 2018નો મેસ્કોટ ‘ઓલી’ પૂરી બીચ પર થયો લોન્ચ

ઓડીશામાં સ્પોર્ટ્સ અને યુથ સર્વિસ ડીપાર્ટમેન્ટ અને રાજ્ય સરકારે આજે પૂરી બીચ પર મેન્સ હોકી વર્લ્ડ કપ 2018નો ઓફીશીયલ મેસ્કોટ ‘ઓલી’ લોન્ચ કર્યો. આ મેન્સ હોકી વર્લ્ડ કપ 28 નવેમ્બરથી ભારતનાં ઓડીશા રાજ્યની રાજધાની ભુવનેશ્વરમાં યોજવાનો છે. આ વર્લ્ડ કપ નવેમ્બર 28 થી ડીસેમ્બર 15 સુધી ચાલશે. કુલ 16 દેશો આ ટુર્નામેન્ટમાં ભાગ લઇ રહ્યા […]

Top Stories Sports
olly mascot મેન્સ હોકી વર્લ્ડ કપ 2018નો મેસ્કોટ ‘ઓલી’ પૂરી બીચ પર થયો લોન્ચ

ઓડીશામાં સ્પોર્ટ્સ અને યુથ સર્વિસ ડીપાર્ટમેન્ટ અને રાજ્ય સરકારે આજે પૂરી બીચ પર મેન્સ હોકી વર્લ્ડ કપ 2018નો ઓફીશીયલ મેસ્કોટ ‘ઓલી’ લોન્ચ કર્યો.

મેન્સ હોકી વર્લ્ડ કપ 28 નવેમ્બરથી ભારતનાં ઓડીશા રાજ્યની રાજધાની ભુવનેશ્વરમાં યોજવાનો છે. આ વર્લ્ડ કપ નવેમ્બર 28 થી ડીસેમ્બર 15 સુધી ચાલશે. કુલ 16 દેશો આ ટુર્નામેન્ટમાં ભાગ લઇ રહ્યા છે. આ ત્રીજી વખત છે કે જ્યાં ભારત આ ઇવેન્ટ હોસ્ટ કરી રહ્યું છે.

Olly મેસ્કોટ એક કાચબો છે. ઓડીશા સરકારે રાજ્યની તમામ સ્પોટ્સ ઇવેન્ટ માટે ઓલી મેસ્કોટને રાખવાનું નક્કી કર્યું હતું. મેન્સ હોકી વર્લ્ડ કપ માટે આ વર્ષે આ મેસ્કોટને દરિયા કિનારે લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યાં એને લોકો સાથે ફોટા પણ પડાવ્યાં હતા.