2nd T20/ ભારતે ઓસ્ટ્રેલિયાને 44 રને હરાવ્યું, સતત બીજી મેચ જીતી, શ્રેણીમાં 2-0થી આગળ

ઓસ્ટ્રેલિયાની ટીમ 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને માત્ર 191 રન બનાવી શકી હતી. ભારત તરફથી રવિ બિશ્નોઈ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ 3-3 વિકેટ લીધી હતી

Top Stories Sports
8 3 ભારતે ઓસ્ટ્રેલિયાને 44 રને હરાવ્યું, સતત બીજી મેચ જીતી, શ્રેણીમાં 2-0થી આગળ

ભારતે પાંચ મેચની T20 શ્રેણીની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાને 44 રને હરાવ્યું છે. તિરુવનંતપુરમમાં રમાયેલી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ બેટિંગ કરતા યશસ્વી જયસ્વાલ, ઈશાન કિશન અને ઋતુરાજ ગાયકવાડની અડધી સદીની મદદથી 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 235 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને માત્ર 191 રન બનાવી શકી હતી. ભારત તરફથી રવિ બિશ્નોઈ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ 3-3 વિકેટ લીધી હતી. ભારતે સતત બીજી મેચ જીતીને શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે.

236 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમને સ્ટીવ સ્મિથ અને મેથ્યુ શોર્ટે જોરદાર શરૂઆત અપાવી હતી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 2.5 ઓવરમાં 35 રનની ભાગીદારી થઈ હતી. મેથ્યુ શોર્ટ 19 રન બનાવીને આઉટ થયો હતો. જોશ ઈંગ્લિશ માત્ર બે રન બનાવી શક્યો હતો. ગ્લેન મેક્સવેલે 12 રનનું યોગદાન આપ્યું હતું. સ્ટીવ સ્મિથ 19 રન બનાવીને આઉટ થયો હતો. ટિમ ડેવિડ અને માર્કસ સ્ટોઈનિસે શાનદાર બેટિંગ કરી હતી. ટિમ ડેવિડ 37 રન અને માર્કસ 45 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. કેપ્ટન મેથ્યુ વેડ 23 બોલમાં 42 રન બનાવીને અણનમ રહ્યો હતો. ભારતના પાંચેય બોલરોને સફળતા મળી. ભારત તરફથી રવિ બિશ્નોઈ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલ, મુકેશ કુમાર અને અર્શદીપ સિંહને 1-1 વિકેટ મળી હતી.