Not Set/ કચ્છના આ યુવાને CAની એન્ટ્રસ એક્ઝામમાં ભારતભરમાં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થઈ વગાડ્યો ડંકો

ભુજ,  ચાર્ટર્ડ એકાઉન્ટ (CA)ની એન્ટ્રસ એક્ઝામમાં કચ્છના યુવાને સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થઈ સરહદી જિલ્લા એવા કચ્છનું તથા પરિવારનું ગૌરવ વધાર્યું છે. મૂળ લલીયાણાના અને હાલ ભુજ સ્થાઈ થયેલા ધર્મેન્દ્રભાઈ મનસુખભાઇ શેઠના પુત્ર જય શેઠે CA આઈપીસીમાં પ્રથમ ક્રમાંકે હાંસલ કર્યો છે. જય શેઠ સી.એ.ઈન્ટર એક્ઝામમાં ૭૦૦ માંથી ૫૩૦ માર્ક્સ મેળવી દેશમાં સર્વોચ્ચ ક્રમે રહેવાની સિદ્ધિ પ્રાપ્ત […]

Top Stories Gujarat
ભુજ, 
ચાર્ટર્ડ એકાઉન્ટ (CA)ની એન્ટ્રસ એક્ઝામમાં કચ્છના યુવાને સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થઈ સરહદી જિલ્લા એવા કચ્છનું તથા પરિવારનું ગૌરવ વધાર્યું છે. મૂળ લલીયાણાના અને હાલ ભુજ સ્થાઈ થયેલા ધર્મેન્દ્રભાઈ મનસુખભાઇ શેઠના પુત્ર જય શેઠે CA આઈપીસીમાં પ્રથમ ક્રમાંકે હાંસલ કર્યો છે. જય શેઠ સી.એ.ઈન્ટર એક્ઝામમાં ૭૦૦ માંથી ૫૩૦ માર્ક્સ મેળવી દેશમાં સર્વોચ્ચ ક્રમે રહેવાની સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે. પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થનાર જયના પિતા હાલ ભુજના છઠ્ઠી બારી રિંગ રોડ પર સ્ટેશનરીની દુકાન ધરાવે છે.
ભુજ સ્થાયી થયેલા જય શેઠે પ્રાથમિક અને માધ્યમિક અભ્યાસ ભુજની શાળાઓમાં કર્યો હતો અને ત્યારબાદ સી.એ.નો અભ્યાસ વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલય અમદાવાદ ખાતે રહીને કર્યો હતો. CAની એન્ટ્રસ એક્ઝામમાં ટોચ પર રહેલા જય શેઠ ફાઈનલ એકઝામમાં પ્રયત્ન શીલ છે.
ધર્મેન્દ્રભાઈ શેઠના પરિવારમાં બે નાના ભાઇ છે.અને માતા હાઉસવાઈફ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છમાંથી પ્રથમવાર કોઈ વિદ્યાથી સમગ્ર ભારતમાં પ્રથમ આવેલો છે. છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્યમાં પણ કોઈ પ્રથમ આવ્યું નથી. આ પરિણામ ને પગલે સમગ્ર પરિવાર સાથે મિત્ર વર્તુળોમાં પણ આનંદ ફેલાયો છે.
પુત્ર જયની આ સિદ્ધિ અંગે જણાવતા દાદા મનસુખભાઇ શેઠે જણાવ્યું હતું કે, “દેશભરમાં પ્રથમ ક્રમાંકે આવ્યા આ વાત ઘણી ખુશીની છે. મેં અને સાથે સાથે જાયે પણ આ રિઝલ્ટની કલ્પના કરી ન હતી કે હું આટલી મોટી રેન્ક પ્રાપ્ત કરીશ. જયારે ઓલ ઇન્ડિયા લેવલ પર ટોચનો રેન્ક પ્રાપ્ત કર્યો છે ત્યારે આ સિદ્ધિથી પરિવારમાં ખુશીનો માહોલ છે. આનંદનો આ દિવસ પહેલા ક્યારેય ઉજવી નહિ શક્યા હોય”.
CAની એન્ટ્રસ એક્ઝામમાં સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થનાર જાય શેઠે જણાવ્યું હતું કે,” મે CAની એન્ટ્રસ એક્ઝામમાં ૭૦૦ માંથી ૫૩૦ માર્ક્સ મેળવી દેશમાં સર્વોચ્ચ ક્રમ હાંસલ કર્યો છે. આ કારણે પરિવારની સાથે સાથે મારા ગામમાં પણ ઘણી ખુશીનો માહોલ છે. મારી આ સિદ્ધિ પાછળ માતા-પિતા, મારા સમાજની સંસ્થા એ ખાસ કરીને મારા દાદાનો ઘણો સપોર્ટ કર્યો છે અને હું તેમનો આભાર માનું છું”.