Not Set/ તોફાની તત્વોએ પાન પાર્લરમાં કરી તોડફોડ, સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

સુરત એક ક્રાઇમ સિટી બન્યું હોય તેમ લાગી રહ્યું છે. ખુલ્લેઆમ મારામારી કરવી અને તલવારો લઇને નિકળી જવું એ હવે સુરત સિટીમાં સામાન્ય થઇ ગયું છે. ત્યારે આવી જ એક ઘટના સુરતના ઉઘના વિસ્તારમાં સામે આવી છે. ઉઘનાના આશીર્વાદ ટાઉનશીપમાં આવેલા પાન પાર્લરમાં તોફાની તત્વો ત્રાટક્યા હતા. અને ખુલ્લેઆમ પાન પાર્લરના વેપારી સાથે મારામારી કરી […]

Gujarat

સુરત એક ક્રાઇમ સિટી બન્યું હોય તેમ લાગી રહ્યું છે. ખુલ્લેઆમ મારામારી કરવી અને તલવારો લઇને નિકળી જવું એ હવે સુરત સિટીમાં સામાન્ય થઇ ગયું છે. ત્યારે આવી જ એક ઘટના સુરતના ઉઘના વિસ્તારમાં સામે આવી છે.

ઉઘનાના આશીર્વાદ ટાઉનશીપમાં આવેલા પાન પાર્લરમાં તોફાની તત્વો ત્રાટક્યા હતા. અને ખુલ્લેઆમ પાન પાર્લરના વેપારી સાથે મારામારી કરી હતી. તેમજ પાન પાર્લરમાં કામ કરતાં કર્મચારીને પણ ઢોરમાર માર્યો હતો.

આ ઉપરાંત આ તોફાની તત્વોએ પાન પાર્લરમાં તોડફોડ કરી નાંખી હતી. જો કે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આ તોફાની તત્વોને પકડવા માટે તજવીજ હાથ ધરી હતી.