આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ 31 જાન્યુઆરીએ જોવા મળશે. તે દિવસે ખગ્રાસ ચંદ્રગ્રહણ હોવાથી શિરડીના સાંઈ મંદિર ચાર કલાક માટે બંધ રાખવામાં આવશે. આ સિવાય ઘણા એવા મંદિરો પણ બંધ રાખવામાં આવે છે. આ વખત ચંદ્રગ્રહણ કંઇક અલગ જોવા મળશે. આ માત્ર ચંદ્રગ્રહણ જ નહીં પરંતુ પૂર્ણ ચંદ્રગ્રહણ છે, જે 3 વર્ષ પછી જોવા મળશે. સાંઈ સંસ્થાએ જણાવ્યું છે કે, મળતી માહિતી મુજબ આ વખતે ચંદ્રગ્રહણને ૭૭ મિનીટ જોઇ શકાશે. એટલે કે ૫:૫૮ થી ૮:૪૧ સુધી ચંદ્રગ્રહણ રહેશે. જ્યાં સુધી ચંદ્રગ્રહણ રહેશે. ત્યાં સુધી મંદિર બંધ રાખવામાં આવશે. હકીકત, ભારત, ઇન્ડોનેશિયા, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં આ પૂર્ણ ચંદ્રગ્રહણ સ્પષ્ટ જોઇ શકાશે.
ઘણા લોકો એવું માને છે કે’બ્લડ મૂન’ છે, તો કોઇ એવું મને છે. ‘બ્લૂ મૂન’ અને ‘સુપર મૂન’ છે. તમને જણાવી દઇએ કે 31 જાન્યુઆરીએ ‘સુપરમૂન’, ‘બ્લૂમૂન’ અને ‘બ્લડમૂન’ એક જ રાતમાં જોવા મળશે. માટે આ વખતના ચંદ્રગ્રહણને ‘સુપર બ્લડ બ્લૂ મૂન’ કહેવામાં આવી રહ્યું છે.
સુપર મૂન
જ્યારે ચંદ્ર અને ધરતીની વચ્ચે અંતર ઓછું હોય છે. એની સાથે જ પૃથ્વી, ચંદ્ર અને સૂર્યની વચ્ચે આવી જાય છે. એને ‘સુપર મૂન’ કહે છે. એવી સ્થિતિમાં ચંદ્ર લગભગ 14 ટકા મોટો અને 30 ટકા સુધી વધારે ચમકીલો દેખાય છે.
બ્લૂ મૂન
આ ચંદ્રગ્રહણ પર પૂર્ણ ચંદ્ર જોવા મળશે અને જ્યારે આવું થાય છે તો ચંદ્રનો નીચા ભાગમાં વાદળી રોશની ફેલાય છે, આ કારણથી એને ‘બ્લૂ મૂન’ પણ કહેવામાં આવે છે. હવેનું ‘બ્લૂ મૂન’ વર્ષ 2028 અને 2037માં જોવા મળશે.
બ્લડ મૂન
પૃથ્વીની છાયા જ્યારે આખા ચંદ્રને ઢાંકી દે છે ત્યારબાદ પણ સૂર્યના કેટલાક કિરણો ચંદ્ર સુધી પહોંચે છે. પરંતુ ચંદ્ર સુધી પહોંચવા માટે એમને ધરતીના વાયમંડળથી પસાર થવું પડે છે. એ કારણ સૂર્યના કિરણો ફેલાઇ જાય છે. પૃથ્વીના વાયુમંડળથી ફેલાઇને જ્યારે કિરણો ચંદ્રની સપાટી પર પડે છે તો સપાટી પર એક લાલ રંગ ફેલાવી દે છે. જેનાથી ચંદ્ર લાલ રંગનો દેખાય છે. કેટલીક જગ્યાએ એનો ઉલ્લેખ ‘બ્લડ મૂન’ તરીકે થાય છે.
