તાપી
તાપી નદીના પ્રદુષણ મામલે હાઇકોર્ટે મહા નગર પાલીકાને નોટીસ ફટકારી છે. તાપી નદીના પ્રદુષણ મામલે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી.

અરજીને લઇને હાઇકોર્ટે મનપાને નોટીસ ફટકારી. ઉલ્લેખનિય છે કે ગણેશોત્સવ નિમિતે મોટા પ્રમાણમાં તાપી નદીમાં વિસર્જન કરવામાં આવે છે. તાપી નદીમાં પૂજાપા સહિતની વસ્તુઓ ફેકવામાં આવે છે.

જેને કારણે તાપી નદીમાં પ્રદુષણ સતત વધી રહ્યુ છે ત્યારે કાઉન્સિલના પ્રમુખ શરદ કાપડિયા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત બાદ પાલિકાએ જણાવ્યું હતું કે 2015માં 15 હજાર 275 અને 2017માં 30 હજાર 250 ર્મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

રજૂઆત બાદ તમામ પ્રયાસો કરવા છતાં પણ યોગ્ય પગલાં ન ભરાતા શરદ કાપડિયાએ તેના વકીલ અમિત ઠક્કર મારફત હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરતાં હાઈકોર્ટે મનપા અધિકારીઓ અને પર્યાવિભાગને તાપી નદીના શુદ્ધીકરણ મામલે નોટીસ પાઠવી હતી.
