Not Set/ બ્રિટન : બ્રેક્ઝિટ મામલે થેરેસા મે વિરુદ્ધ આજે લવાશે અવિશ્વાસ પ્રસ્તાવ

બ્રિટનના પ્રધાનમંત્રી થેરેસા મે બુધવારે એમની જ પાર્ટીના સભ્યો દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરશે. આ પ્રસ્તાવ પ્રધાનમંત્રીના યુરોપિયન સંઘ સાથેથી અલગ થવાના બ્રેક્ઝિટ મામલે લાવવામાં આવશે. કોંઝર્વેટીવ પાર્ટીની કમિટીના હેડ કે જેમણે અવિશ્વાસ પ્રસ્તાવનું આયોજન કર્યું છે એમણે જણાવ્યું કે, મને કાયદાવિદ્દોના અવિશ્વાસ પ્રસ્તાવના સમર્થનમાં 48 પત્રો મળ્યા છે. 1922 કમિટીના હેડ ગ્રેહામ બ્રેડીએ જણાવ્યું કે, […]

Top Stories India
theresa may graham brady 1057652 બ્રિટન : બ્રેક્ઝિટ મામલે થેરેસા મે વિરુદ્ધ આજે લવાશે અવિશ્વાસ પ્રસ્તાવ

બ્રિટનના પ્રધાનમંત્રી થેરેસા મે બુધવારે એમની જ પાર્ટીના સભ્યો દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરશે. આ પ્રસ્તાવ પ્રધાનમંત્રીના યુરોપિયન સંઘ સાથેથી અલગ થવાના બ્રેક્ઝિટ મામલે લાવવામાં આવશે.

કોંઝર્વેટીવ પાર્ટીની કમિટીના હેડ કે જેમણે અવિશ્વાસ પ્રસ્તાવનું આયોજન કર્યું છે એમણે જણાવ્યું કે, મને કાયદાવિદ્દોના અવિશ્વાસ પ્રસ્તાવના સમર્થનમાં 48 પત્રો મળ્યા છે.

1922 કમિટીના હેડ ગ્રેહામ બ્રેડીએ જણાવ્યું કે, સંસદની પાર્ટીમાના 15 ટકા નેતાઓ કોંઝર્વેટીવ પાર્ટીના લીડરમાં વિશ્વાસ મત માંગવાના સમર્થનમાં છે. કાયદા મુજબ બુધવારે 6થી 8 વાગ્યા વચ્ચે મતદાન કરવામાં આવશે. ત્યારબાદ તરત જ મત ગણતરી કરવામાં આવશે અને બને એટલું જલ્દી પરિણામ જાહેર કરવામાં આવશે.

મેની પાર્ટીમાં રહેલા યુરોપિયન સંઘના ટીકાકારો કેટલાક મહિનાઓથી મેના રાજીનામાં માટેના પત્રો એકઠા કરી રહ્યા છે. મેં સરકારના પૂર્વ વિદેશ મંત્રી બોરિસ જોનસન સહીત ઘણા પૂર્વ મંત્રીઓની નજર પ્રધાનમંત્રીની ખુરશી પર રહેલી છે.

કેબિનેટના ઘણા વરિષ્ઠ નેતાઓએ થેરેસા મેને એમનો સપોર્ટ જાહેર કર્યો છે. ફોરેન સેક્રેટરી જેરેમી હન્ટે ટ્વિટ કર્યું હતું કે, તેઓ થેરેસા મેને સપોર્ટ કરે છે.