Not Set/ દિલ્હીવાસીઓએ નફરતની રાજનીતિને નકારી AAP ને સૌંપી રાજધાનીની કમાન : મનીષ સિસોદિયા

દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓ જીત્યા બાદ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ બુધવારે પહેલીવાર એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટી ‘આપ’ એ બીજી વખત દિલ્હીની 60 થી વધુ બેઠકો જીતીને સરકાર બનાવી છે. આ જીત આપ ની નહીં, પરંતુ દિલ્હીની જનતાની છે. મનીષ સિસોદીયાએ વધુમાં કહ્યું કે અરવિંદ કેજરીવાલ દિલ્હીનાં મુખ્યમંત્રી […]

Top Stories India
Manish Sisodiya 1 દિલ્હીવાસીઓએ નફરતની રાજનીતિને નકારી AAP ને સૌંપી રાજધાનીની કમાન : મનીષ સિસોદિયા

દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓ જીત્યા બાદ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ બુધવારે પહેલીવાર એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટી ‘આપ’ એ બીજી વખત દિલ્હીની 60 થી વધુ બેઠકો જીતીને સરકાર બનાવી છે. આ જીત આપ ની નહીં, પરંતુ દિલ્હીની જનતાની છે. મનીષ સિસોદીયાએ વધુમાં કહ્યું કે અરવિંદ કેજરીવાલ દિલ્હીનાં મુખ્યમંત્રી પદ બની રહેશે, તેઓ 16 ફેબ્રુઆરીએ શપથ લેશે.

દિલ્હીનાં નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદીયાએ આમ આદમી પાર્ટીને મત આપવા બદલ દિલ્હીની જનતાનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, દિલ્હીમાં પહેલીવાર જનતા દ્વારા કાર્ય રાજકારણને મત આપવામાં આવ્યો છે. દિલ્હીવાસીઓએ નફરતની રાજનીતિને નકારી કાઢી અને આપ ને સતત બીજી વખત સરકાર બનાવવા આમંત્રણ આપ્યું. ડેપ્યુટી સીએમએ કહ્યું કે, કે દિલ્હીનાં રાજકારણનો વિકાસ મોડેલ માત્ર કેજરીવાલ પાસે છે અને જનતા તેમનું કાર્ય પસંદ કરે છે.

પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે, સસ્તી વીજળી અને શુધ્ધ પાણી આપવું એ સાચી રાજનીતિ છે, દિલ્હીવાસીઓએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ અમારો પુત્ર છે. ચૂંટણી દરમિયાન નફરત ફેલાવવામાં આવી જેને દિલ્હીનાં લોકોએ નકારી હતી. પ્રેસ કોન્ફરન્સમાં સિસોદિયાએ કહ્યું કે સીએમ કેજરીવાલને ધારાસભ્ય પક્ષનાં નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે અને તેઓ 16 ફેબ્રુઆરીએ દિલ્હીનાં રામલીલા મેદાનમાં મુખ્યમંત્રી પદનાં શપથ લેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.