Not Set/ INDvsSA 1st Test : વિશાખાપટ્ટનમમાં ભારતની દક્ષિણ આફ્રિકા સામે વિશાળ જીત, 203 રને મેળવી જીત

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ વિશાખાપટ્ટનમનાં એસીએ-વીડીસીએ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ભારતે પ્રવાસી ટીમને (203) વિશાળ રને હરાવી દીધુ છે. હવે ભારત સીરીઝમાં 1-0થી આગળ છે. ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ટીમ ઇન્ડિયાએ 7 વિકેટ ગુમાવ્યા બાદ 502 રન બનાવ્યા હતા અને પ્રથમ ઇનિંગ્સ જાહેર કરી હતી. […]

Top Stories Sports
8c58d77c e807 11e9 a8aa 54897fdfe8ad INDvsSA 1st Test : વિશાખાપટ્ટનમમાં ભારતની દક્ષિણ આફ્રિકા સામે વિશાળ જીત, 203 રને મેળવી જીત

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ વિશાખાપટ્ટનમનાં એસીએ-વીડીસીએ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ભારતે પ્રવાસી ટીમને (203) વિશાળ રને હરાવી દીધુ છે. હવે ભારત સીરીઝમાં 1-0થી આગળ છે. ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ટીમ ઇન્ડિયાએ 7 વિકેટ ગુમાવ્યા બાદ 502 રન બનાવ્યા હતા અને પ્રથમ ઇનિંગ્સ જાહેર કરી હતી. જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાએ પ્રથમ દાવમાં 431 રન બનાવ્યા અને આખી ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ભારતને 71 રનની લીડ મળી હતી.

ભારતે પ્રથમ ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાને 203 રનથી હરાવ્યું છે. ભોજન પહેલાં ભારતે આ મેચ જીતી લેવી જોઈતી હતી, પરંતુ નીચલા ક્રમનાં બેટ્સમેનોએ ભારતને થોડી મુશ્કેલીમાં મુક્યું હતું. પરંતુ આખરે ભારતનો વિજય થયો છે. દક્ષિણ આફ્રિકાની બીજી ઇનિંગ્સ 191 રનમાં આઉટ થઇ હતી. ભારતની લીડ હવે ત્રણ ટેસ્ટ મેચની સિરીઝમાં 1-0ની થઈ ગઈ છે. શ્રેણીની બીજી મેચ 10 ઓક્ટોબરથી રમાશે.

cri INDvsSA 1st Test : વિશાખાપટ્ટનમમાં ભારતની દક્ષિણ આફ્રિકા સામે વિશાળ જીત, 203 રને મેળવી જીત

બીજી ઇનિંગમાં ભારતે 4 વિકેટ ગુમાવી 323 રન બનાવ્યા અને દક્ષિણ આફ્રિકા સામે 395 રનનો લક્ષ્યાંક મુક્યો હતો. આ વિશાળ લક્ષ્યનો પીછો કરતાં દક્ષિણ આફ્રિકાની ટીમ 191 રનમાં આઉટ થઈ ગઇ હતી અને ભારતે 203 રને મેચ જીતી લીધી હતી. રવિવારે અહીં પ્રથમ ક્રિકેટ ટેસ્ટનાં પાંચમા અને અંતિમ દિવસે દક્ષિણ આફ્રિકાને 203 રનથી હરાવીને ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે.

cri12 INDvsSA 1st Test : વિશાખાપટ્ટનમમાં ભારતની દક્ષિણ આફ્રિકા સામે વિશાળ જીત, 203 રને મેળવી જીત

આફ્રિકન ટીમની વાત કરીએ તો તેમની બીજી ઇનિંગમાં ચાર બેટ્સમેન શૂન્યનાં સ્કોરે પેવેલિયન પરત ફર્યા હતા. કેશવ મહારાજ, ફિલેન્ડર, ડિકોક અને તેંબા બાવૂમા ટીમમાં ફાળો આપી શક્યા ન હોતા અને શૂન્ય પર પેવેલિયન રવાના થયા હતા.

  • રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

Navratri Web Banner 728 x 90 INDvsSA 1st Test : વિશાખાપટ્ટનમમાં ભારતની દક્ષિણ આફ્રિકા સામે વિશાળ જીત, 203 રને મેળવી જીત