IPL 2022/ જોસ બટલરની 89 રનની ઇનિંગના આધારે રાજસ્થાને ગુજરાત સામે 189 રનનો ટાર્ગેટ આપ્યો

IPL 2022 ની પ્રથમ ક્વોલિફાયર હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ અને સંજુ સેમસનની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સ વચ્ચે કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાઈ રહી છે

Top Stories Sports
4 2 16 જોસ બટલરની 89 રનની ઇનિંગના આધારે રાજસ્થાને ગુજરાત સામે 189 રનનો ટાર્ગેટ આપ્યો

IPL 2022 ની પ્રથમ ક્વોલિફાયર હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ અને સંજુ સેમસનની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સ વચ્ચે કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાઈ રહી છે. હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ગુજરાત ટાઇટન્સની પ્લેઇંગ ઇલેવનમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે, લોકી ફર્ગ્યુસનના સ્થાને અલ્ઝારી જોસેફને સામેલ કરવામાં આવ્યો છે, જ્યારે રાજસ્થાન કોઇ ફેરફાર કર્યા વિના મેદાનમાં ઉતરશે.

રાજસ્થાનનો કેપ્ટન સંજુ સેમસન આ સિઝનમાં 15માંથી 13મો ટોસ હાર્યો છે.આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને જોસ બટલરના 89 રનના આધારે ગુજરાત સામે 189 રનનો ટાર્ગેટ આપ્યો હતો. બટલર સિવાય રાજસ્થાન તરફથી કેપ્ટન સંજુ સેમસને 47 રનની ઇનિંગ રમી હતી.

યશસ્વી જયસ્વાલ બાદ રાજસ્થાન રોયલ્સને કેપ્ટન સંજુ સેમસનના રૂપમાં બીજો ઝટકો લાગ્યો છે. તે 47 રનની તોફાની ઇનિંગ રમીને આઉટ થયો હતો. અને ત્રીજી વિકેટ પડિક્કલના રૂપમાં પડી. પડિકલને 28ના અંગત સ્કોર પર હાર્દિક પંડ્યાએ આઉટ કર્યો હતો.