Not Set/ IIT દિલ્લીનાં સ્ટાર્ટ અપ દ્વારા તૈયાર કરવામાં આવી ‘પોલ્યુશન નેટ’

વિશ્વનાં દસ પ્રદુષિત શહેરોમાંનાં નવ શહેર ભારતમાં આવ્યાં છે. દેશની રાજધાની દિલ્લી પ્રદુષિત હવાને લઈને ચર્ચામાં રહી છે. એન્ટી પોલ્યુશન માસ્ક અને એર પ્યુરીફાયર ઘણાં ફેમસ થયાં છે પરંતુ તે પ્રમાણમાં મોંઘા મળે છે. પ્રદુષિત હવા સામે રક્ષણ મેળવવા માટેનો એક રામબાણ ઉપાય લઈને IIT દિલ્લીની એક ટીમ આવી છે. તેઓએ એક સ્ટાર્ટ અપની રચના […]

Top Stories India Business
pollution net 1 IIT દિલ્લીનાં સ્ટાર્ટ અપ દ્વારા તૈયાર કરવામાં આવી ‘પોલ્યુશન નેટ’

વિશ્વનાં દસ પ્રદુષિત શહેરોમાંનાં નવ શહેર ભારતમાં આવ્યાં છે. દેશની રાજધાની દિલ્લી પ્રદુષિત હવાને લઈને ચર્ચામાં રહી છે. એન્ટી પોલ્યુશન માસ્ક અને એર પ્યુરીફાયર ઘણાં ફેમસ થયાં છે પરંતુ તે પ્રમાણમાં મોંઘા મળે છે.

પ્રદુષિત હવા સામે રક્ષણ મેળવવા માટેનો એક રામબાણ ઉપાય લઈને IIT દિલ્લીની એક ટીમ આવી છે. તેઓએ એક સ્ટાર્ટ અપની રચના કરી છે જેનું નામ Nasofilters છે. આ સ્ટાર્ટ અપ ‘પોલ્યુશન નેટ’ લઈને આવી છે જે હવાને શુદ્ધ કરશે.

pollution net 2 IIT દિલ્લીનાં સ્ટાર્ટ અપ દ્વારા તૈયાર કરવામાં આવી ‘પોલ્યુશન નેટ’
Startup from IIT Delhi develops ‘Pollution Net’

આ મચ્છરની જાળી જેવી જ જાળી છે જેને તમે બારી પર અથવા દરવાજા પર લગાવી શકો છો. Nasofilters સ્ટાર્ટ અપનાં એન્જિનિયરોએ આ પોલ્યુશન નેટ હવામાં રહેલાં નાના અશુદ્ધ કણોને ફિલ્ટર કરે છે જે કણ 2.5 માઈક્રોમીટરથી પણ નાના હોય છે.

pollution net IIT દિલ્લીનાં સ્ટાર્ટ અપ દ્વારા તૈયાર કરવામાં આવી ‘પોલ્યુશન નેટ’
Startup from IIT Delhi develops ‘Pollution Net’

આ Nasofilters સ્ટાર્ટ અપનાં એક ફાઉન્ડર પ્રતિક શર્માએ જણાવ્યું કે, ‘અમે નેનોફાઈબરનો ઉપયોગ કર્યો છે જે નોર્મલ ફેબ્રિકની સરખામણીએ હજારવાર નાના હોય છે.’

આ ટીમ દ્વારા પહેલાં નેઝલ ફિલ્ટર બનાવવામાં આવ્યું હતું જે તમારાં નાકમાં રહે અને શ્વાસ લેવા દરમ્યાન આવતાં અશુદ્ધ કણોને રોકી લે. આ ફિલ્ટર પણ નેનોફાઈબરની મદદથી બનાવવામાં આવ્યું હતું જેની કિંમત 10 રૂપિયા હતી.