School drop out/ કોંગ્રેસનો સણસણતો આક્ષેપઃ રાજ્યમાં એક લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ ડ્રોપઆઉટ હોવાની સંભાવના

કોંગ્રેસે વર્તમાન ભાજપ સરકાર પર સણસણતો આરોપ મૂક્યો છે કે એકલા અમદાવાદના જ દસ હજાર વિદ્યાર્થીઓ ડ્રોપઆઉટ છે, એટલું જ નહી પણ આ આંકડો રાજ્યસ્તરે જોઈએ તો પ્રોડેટા ધોરણે આ આંકડો એક લાખ વિદ્યાર્થીઓ જેટલો થાય છે.

Top Stories Gujarat
Gujarat dropratio 1 કોંગ્રેસનો સણસણતો આક્ષેપઃ રાજ્યમાં એક લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ ડ્રોપઆઉટ હોવાની સંભાવના
  • શાળાઓની જાણ બહાર શિક્ષણ વિભાગે જાતેજ વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં ઓનલાઈન એડમિશન કરી દીધા.
  • ડ્રોપ હાઉટ થયેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલી ને જણાવવાનું કે જો તમે તમારી જૂની શાળામાંથી એલ.સી. ન લીધું હોય તો જલ્દીથી એલ.સી. લઈ લો નહીતર તમારી જાણ બહાર તમારા પાલ્યને બીજીશાળામાં એડમીશનનો કારસો ઘડાઈ રહ્યો છે.
  • સમગ્ર ગુજરાતના ડ્રોપઆઉટ વિધાર્થીનો સાચો આંકડો એક લાખથી પણ વધુ – હેમાંગ રાવલ

કોંગ્રેસે વર્તમાન ભાજપ સરકાર પર School Drop Out સણસણતો આરોપ મૂક્યો છે કે એકલા અમદાવાદના જ દસ હજાર વિદ્યાર્થીઓ ડ્રોપઆઉટ છે, એટલું જ નહી પણ આ આંકડો રાજ્યસ્તરે જોઈએ તો પ્રોડેટા ધોરણે આ આંકડો એક લાખ વિદ્યાર્થીઓ જેટલો થાય છે. આમ રીતસરના એક લાખ વિદ્યાર્થીઓ દસમાં ધોરણથી વધુ આગળ ભણી શકતા નથી, બીજી બાજુ સરકાર ભણશે ગુજરાતના દાવા કરે છે. પણ વાસ્તવિકતા સદંતર જુદી છે. રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે પત્રકાર વાર્તામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કોકન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલે અમદાવાદ જિલ્લાના દસ હજારથી વધુ વિદ્યાર્થીઓએ ડ્રોપ આઉટ લીધો હતો તેની માહિતી કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવી હતી.
વિનોદ રાવના આદેશથી DEO એ શાળાઓને School Drop Out વોઇસ મેસેજ મોકલ્યો હતો કે તે વિધાર્થીઓને શોધીને, ઘરે જઈને, રજીસ્ટર કરીને ડ્રોપ આઉટ રેશિયો ઘટાડે. સામાન્ય સંજોગોમાં વાલીઓ શાળામાં એડમિશન લેવા આવે છે સાથે વિદ્યાર્થી હોય છે. ફોર્મ ભરે છે, ખાનગી શાળા હોય તો ફી ભરે છે અને ત્યારબાદ એડમિશન લે છે અને અંતમાં CRCને ઓનલાઈન એન્ટ્રી માટે માહિતી મોકલવામાં આવે છે. હાલમાં પ્રથમ ક્વાટર પણ પુર્ણ થયેલ છે ત્યારે ડ્રોપ આઉટ રેશિયો ઘટાડીને સરકારને નાલોશીથી બચાવવા શિક્ષણ વિભાગ અવનવા ગતકડા કરી રહ્યું છે.
કથળતા શિક્ષણના લીધે વિધાર્થીઓએ અને વાલીઓએ School Drop Out પ્રતિભાવ ન આપતા DEO ના શિક્ષણ વિભાગના સ્ટાફ અને CRC એ વાલીઓ, વિદ્યાર્થીઓએ અને શાળાઓને જણાવ્યા વગર તે જ વિદ્યાર્થીઓની ઓનલાઈન એન્ટ્રી કરી દીધી. આજે સવારથી જ ખાનગી શાળાઓમાં શાળા દીઠ ૨૦-૨૫ એલ.સી. લઈ શિક્ષણ વિભાગના કર્મચારી આવે છે અને કહી રહ્યાં છે કે આ વિદ્યાર્થીઓને તમારે ભણાવવાના છે, અમે ઓનલાઇન એન્ટ્રી કરી દીધી છે. આચાર્ય જ્યારે પૂછે છે કે આ કોણ છે, અમે તે વિદ્યાર્થી, વાલીને ઓળખતા નથી, અમારે ત્યાં એક પણ વખત આવ્યા નથી ત્યારે તેમને જવાબ મળે છે કે એ બધી ચિંતા તમે ના કરો, બાળક તમારે ત્યાં આવે કે ન આવે આટલા વિદ્યાર્થીઓને તમારી શાળામાં દાખલ કરવાના છે અમોએ તમારી શાળાની ઓનલાઈન એન્ટ્રી કરી દીધેલ છે. તેમ કહીને એલ.સી. નો થપ્પો પકડાવી દીધો છે.

Congress Hemang raval કોંગ્રેસનો સણસણતો આક્ષેપઃ રાજ્યમાં એક લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ ડ્રોપઆઉટ હોવાની સંભાવના
જ્યારે આ શાળાના સંચાલકો, આચાર્યએ આ વિદ્યાર્થીઓની ફી કોણ ભરશે અને કયારે ભરશે ત્યારે જવાબ મળ્યો કે જો ફી ન આવે અને ભવિષ્યમાં એલ.સી. લેવા આવે ત્યારે શું કરવું તે તમારા ઉપર છે. અમારે તો ઉપરથી આદેશ School Drop Out છે એટલે વિદ્યાર્થીઓને રજીસ્ટર કરી દીધા છે અને એલ.સી. જમા કરાવવાના છે.
આજે મીડિયાના માધ્યમથી હું વાલી તથા વિદ્યાર્થીઓને જણાવું છું કે જો તમે તમારી જૂની શાળામાંથી એલ.સી. ન લીધું હોય તો જલ્દીથી એલ.સી. લઈ લો નહીતર તમારી જાણ બહાર તમારા વિદ્યાર્થીને બીજીશાળામાં એડમીશનનો કારસો ઘડાઈ રહ્યો છે. જો શિક્ષણવિભાગના કર્મચારીઓ તમારા ઘરે એલ.સી. લેવા આવે તો તેમને પૂછજો કે જો વિદ્યાર્થી નવી શાળામાં દાખલ થાય તો તેની ફી ખાનગી School Drop Out શાળામાં મારે ભરવાની રહેશે કે ગુજરાતની ભાજપ સરકાર ચૂકવશે. ખાસ કરીને મારે વાલીઓને જણાવવાનું કે ભવિષ્યમાં ખાનગી શાળાઓ તેમની બાકી ફી લીધા સિવાય એલ.સી. છૂટું કરશે નહિ તે ધ્યાનમાં રાખીને આવનાર શૈક્ષણિક સ્ટાફને માહિતી આપવી.
ગુજરાત સરકાર દર વર્ષે શાળા પ્રવેશોત્સવના નામે તાયફા યોજી સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. શિક્ષણના બજેટ ફાળવણીમાં કરોડો રૂપિયાના મોટા મોટા દાવાઓ કરતી ભાજપ સરકાર ગરીબ-સામાન્ય-મધ્યમ વર્ગના બાળકોને શિક્ષણના અધિકારથી વંચિત રાખી રહી છે. એક તરફ શિક્ષણમાં ક્રાંતિકારી પહેલના નામે મોટી મોટી જાહેરાતો કરતી ભાજપ સરકારનો શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે.
રાજ્યની 38000 સરકારી શાળાઓમાંથી 5,612 સરકારી શાળાને ઓછી સંખ્યાના નામે મર્જ / બંધ કરવાનું પાપ કરવા આગળ વધતી ભાજપ સરકારમાં 32 હજાર શિક્ષકોની લાંબા સમયથી જગ્યાઓ ખાલી છે. 38 હજાર વર્ગખંડોની School Drop Out મોટાપાયે ઘટ છે. 1,657 શાળા માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે. 14,652 શાળા એક વર્ગખંડમાં એક કરતાં વધારે ધોરણના વિદ્યાર્થીઓને ભણવા માટે મજબૂર થવું પડે છે, શું આ રીતે ભણશે ગુજરાત ?
ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ પોતાના છબરડાઓ છુપાવવા માંગે છે. શાળાઓનો ડ્રોપાઉટ રેશિયો ખૂબ જ વધી ગયો છે અને આ વધેલા ડ્રોપઆઉટ રેશિયોના કારણે ભારતીય જનતા પાર્ટીના શાસનની શિક્ષણની નિષ્ફળતાઓ બહાર ના આવે તેના માટે આજે રવિવારે ગુજરાતના શિક્ષણ સચિવ વિનોદ રાવના આદેશથી રજાના દિવસે પણ અમદાવાદ જિલ્લાની તમામ શાળાઓના આચાર્યને શિક્ષકોને અને કોમ્પ્યુટર સ્ટાફને બોલાવીને ડ્રોપ આઉટ થયેલા વિદ્યાર્થીઓનો સંપર્ક કરીને તેમને યેનકેન પ્રમાણે ફરીથી ભણતા કરવા માટેના નિષ્ફળ પ્રયત્ન કરવામાં School Drop Out આવી રહ્યા છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર ધોરણ આઠમાંથી ધોરણ નવમાં ન ગયેલા અને એડમિશન ન લીધેલા માત્ર અમદાવાદ જિલ્લાના 10,000 જેટલા વિદ્યાર્થીઓ છે આને જો પ્રોડેટા પ્રમાણે ગણવામાં આવે તો આ આંકડો સમગ્ર ગુજરાતનો માત્ર ધોરણ આઠમાંથી નવમાં એડમિશન ન લઈને ડ્રોપ આઉટ થનારા વિદ્યાર્થીઓનો આંકડો એક લાખથી વધુ હોઈ શકે છે, જે ગુજરાતના શિક્ષણ માટે ખૂબ જ ગંભીર બાબત છે અને ભારતીય જનતા પાર્ટીની સરકારની નિષ્ફળતા સાબિત કરે છે.

 

આ પણ વાંચોઃ ગુજરાત/સપાના આ ધારાસભ્યને મળી મોટી રાહત, જાણો શું હતો મામલો

આ પણ વાંચોઃ સ્માર્ટ સિટી કે બદસુરત સીટી?/સુરતના કાપોદ્રા વિસ્તારમાં BRTS રૂટ પર પડ્યો મસમોટો ભુવો

આ પણ વાંચોઃ કૌભાંડ/સુરત મહાનરપાલિકામાં સિક્યુરિટી ગાર્ડ મૂકવાને લઈ લાગ્યા કૌભાંડના આરોપ, AAP દ્વારા લગાવાયા…

આ પણ વાંચોઃ ફૂડ પોઈઝનિંગ/પોરબંદરના જાવર ગામમાં 15 થી વધુને ફૂડ પોઈઝનિંગ, એકનું મોત:MLA અર્જુન મોઢવાડીયાએ અસરગ્રસ્તોની મુલાકાત લીધી

આ પણ વાંચોઃ uttarakhand accident/ઉત્તરાખંડમાં બસને અકસ્માત નડતા સાત ગુજરાતી પ્રવાસીના મોત