ફૂડ પોઈઝનિંગ/ પોરબંદરના જાવર ગામમાં 15 થી વધુને ફૂડ પોઈઝનિંગ, એકનું મોત:MLA અર્જુન મોઢવાડીયાએ અસરગ્રસ્તોની મુલાકાત લીધી

ભોજન લીધા પછી 15થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. જેમાં એક યુવકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જ્યારે 4 લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળેલ છે.

Gujarat Others
Untitled 175 9 પોરબંદરના જાવર ગામમાં 15 થી વધુને ફૂડ પોઈઝનિંગ, એકનું મોત:MLA અર્જુન મોઢવાડીયાએ અસરગ્રસ્તોની મુલાકાત લીધી

રાજ્યમાં એક તરફ વરસાદના કારણે પાણીજન્ય રોગોમાં સતત વધારો થઇ રહ્યો છે તો બીજી બાજુ પોરબંદરના જાવર ગામે ફેક્ટરીમાં કામ કરતા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. ભોજન લીધા પછી 15થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. જેમાં એક યુવકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જ્યારે 4 લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળેલ છે.

ફૂડ પોઈઝનિંગની અસરના કારણે 15 થી વધુ વ્યક્તિઓને ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે, ત્યારે પોરબંદરનાં ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડિયાએ હોસ્પિટલમાં દાખલ લોકોની મુલાકાત લઇને તેમના ખબર અંતર પૂછ્યા અને ડૉકટરો સાથે સારવાર અંગે ચર્ચા કરી હતી.

ઘટનાની જાણ થતા જ પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અસરગ્રસ્તોની મુલાકાતે દોડી ગયા હતા.ઘટનાની જાણ થતા જ પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. જ્યાં તેમણે અસરગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા હતા. જેની તેમણે ટ્વીટ કરીને જાણકારી આપી હતી અને દર્દીના જલ્દી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી હતી.

આ બનાવમાં પીવાના પાણીના કારણે ઝાડા ઉલટી થયા હોવાનું પ્રાથમિક કારણ જણાવવામાં આવી રહ્યું છે. હાલ ચારથી પાંચ વ્યક્તિઓની તબિયત વધારે ખરાબ થઈ જતા સારવાર માટે હોસ્પિટલ દાખલ કરાયા હતા. આ બનાવમાં એક વ્યક્તિનું મોત થયાની જાણકારી મળી છે. પ્રાથમિક જાણકારી અનુસાર, મૃતકને ફૂડ પોઈઝનિંગ ઉપરાંત કિડનીની તકલીફથી હોવાથી મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

ડોક્ટરના જણાવ્યા મુજબ, કોઈપણ વસ્તુ ખાધા પછી પેટમાં તીવ્ર દુખાવો, ઉલ્ટી, અપચો, માથાનો દુખાવો, અતિશય થાક, નબળાઈ અને તાવ જેવા કોઈપણ લક્ષણો ફૂડ પોઈઝનિંગના લક્ષણો હોઈ શકે છે. ફૂડ પોઈઝનિંગ કોઈપણ ઉંમરે થઈ શકે છે, પરંતુ આ સમસ્યાઓ બાળકોમાં વધુ જોવા મળે છે.

આ પણ વાંચો:સી. આર. પાટિલની અધ્યક્ષતામાં મળી ભાજપની બેઠક, કરાઈ આ મહત્વની ચર્ચાઓ

આ પણ વાંચો:મુકુલ વાસનિક બન્યા ગુજરાત કોંગ્રેસના પ્રભારી

આ પણ વાંચો:સુરતમાં પ્રેમ લગ્નનો કરુણ અંજામ,પરિણીતાને સાસરિયા પર લગાવ્યા ગંભીર આક્ષેપો

આ પણ વાંચો:શ્રાવણ માસના પહેલા દિવસે સ્વયંભૂ પ્રગટેલા જડેશ્વર મહાદેવના મંદિરમાં દર્શનાર્થીઓનો જમાવડો