Panchmahal/ હાલોલ નગરની બ્રેઈનડેડ દીકરીનાં અંગોથી અનેક લોકોને મળશે નવજીવન

હાલોલ નગરની ૧૭ વર્ષીય કિશોરીની તબીયત બગડતા તેને હાલોલ અને ત્યાર બાદ વધુ સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમા ખસેડવામાં આવી હતી….

Gujarat Others
zzas 142 હાલોલ નગરની બ્રેઈનડેડ દીકરીનાં અંગોથી અનેક લોકોને મળશે નવજીવન

@મોહસીન દાલ, મંતવ્ય ન્યૂઝ – પંચમહાલ

હાલોલ નગરની ૧૭ વર્ષીય કિશોરીની તબીયત બગડતા તેને હાલોલ અને ત્યાર બાદ વધુ સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમા ખસેડવામાં આવી હતી. જયા સારવાર દરમિયાન કિશોરીને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવી અને કિશોરીના પરિવારજનોએ દેહઅંગોનું દાન કરવા મંજુરી આપી. પોલીસ તંત્રના સહયોગથી વડોદરા થી ગ્રીન કોરીડોર બનાવી અંગોને અમદાવાદ પહોંચાડવામાં આવ્યા હતાં. તેમજ અન્ય બીજા અંગોને હવાઈમાર્ગે દિલ્લી અને મુંબઈ મોકલવામાં આવ્યાં હતાં.

zzas 145 હાલોલ નગરની બ્રેઈનડેડ દીકરીનાં અંગોથી અનેક લોકોને મળશે નવજીવન

મળતી માહિતી અનુસાર પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરના રહેવાસી નીરજભાઈ શાહ અને તેમની પત્ની સલુનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમના સંતાનોમાં એક પુત્ર જય ધોરણ ૧૦માં અને પુત્રી નંદીની ધોરણ ૧૨ કોમર્સમાં અભ્યાસ કરતી હતી. જેમા પુત્રી નંદનીની તબિયત લથડતા સ્થાનિક હોસ્પિટલ અને ત્યાર બાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડવામા આવી હતી. તેને બચાવવા માટે ડોક્ટરોએ અથાગ મહેનત કરી પરંતુ કુદરતને તે જાણે મંજૂર ન હતું. સારવાર દરમિયાન ડોક્ટરોએ નંદીનીને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવી અને પરિવારજનો પર આભ તુટી પડ્યુ હતું. ત્યારબાદ પરિવારજનોએ સંકલનથી અંગો ડોનેટ કરવાની મંજુરી આપી હતી.

zzas 146 હાલોલ નગરની બ્રેઈનડેડ દીકરીનાં અંગોથી અનેક લોકોને મળશે નવજીવન

પરિવારજનો તરફથી લીલી ઝંડી મળતા હોસ્પિટલના સત્તાધીશોએ કિશોરીના ઓર્ગન અમદાવાદ, મુંબઈ અને દિલ્હી પહોંચાડવા માટે કામગીરી હાથ ધરી હતી. જેમા હાર્ટને દિલ્લી, ફેફસાને મુંબઈ ખાતેની હોસ્પિટલમાં મોકલી હવાઈ માર્ગે મોકલી આપવામાં આવ્યા હતા. તેમજ કીડની, ચક્ષુ, લીવરને વડોદરાથી અમદાવાદ સુધી ગ્રીન કોરીડોર થકી આઈ.કે.ડી. હોસ્પિટલ ખાતે મોકલાયા હતા. અંગોને નિશ્વિત સમયમર્યાદામાં પહોંચાડવા માટે હોસ્પિટલ તંત્ર દ્વારા વહીવટી તંત્ર અને વડોદરા પોલીસ તંત્ર સાથે સંકલન સાધવામાં આવ્યુ હતું. જેમા ગ્રીન કોરીડોર બનાવીને ટ્રાફિક પોલીસે સતત પાયલોટિંગ કરવામાં આવ્યુ હતું. પોતાના વ્હાલાસોઈ દીકરીના અવસાનથી માતા-પિતા તેમજ તેમના પરિવારજનોમાં તેમજ હાલોલ નગરમાં પણ શોકની લાગણી વ્યાપી ગઈ હતી.

અટલજીનાં જન્મ દિવસ નિમિત્તે કરાયું ધાબળા વિતરણ

‘હમ નહીં સુધરેગે’, હવે આ કન્વીનરની બર્થ-ડે પાર્ટીમાં ઉડ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

દૂધસાગર ડેરીની 15 બેઠકો માટે કુલ 39 ઉમેદવારો ચૂંટણી જંગમાં, 27 ફોર્મ રદ્દ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો