અમદાવાદ/ વડાપ્રધાન મોદીનાં હસ્તે આઝાદી અમૃત મહોત્સવનો પ્રારંભ

દેશની આઝાદીના 75-મા-પ્રવેશ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની સરકારે આઝાદી અમૃત મહોત્સવ ઉજવવાનો નિર્ણય કર્યો છે.

Ahmedabad Gujarat
ગરમી 34 વડાપ્રધાન મોદીનાં હસ્તે આઝાદી અમૃત મહોત્સવનો પ્રારંભ

દેશની આઝાદીના 75-માં-પ્રવેશ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની સરકારે આઝાદી અમૃત મહોત્સવ ઉજવવાનો નિર્ણય કર્યો છે. દરમિયન ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આઝાદી અમૃત મહોસ્તવ યોજાશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેશે. તો …આઝાદીના 75-મા-વર્ષમાં પ્રવેશ નિમિત્તે ગુજરાતમાં એકસાથે 75 સ્થળોએ આઝાદી અમૃત મહોત્સવ યોજાશે.

તાજમહેલમાં પૂજા / તાજમહલમાં શિવરાત્રી પર ધાર્મિક પ્રવૃત્તિ કરી રહેલા 3 કાર્યકર્તાઓની કરાઈ ધરપકડ

ખંડ ભારતને આઝાદ થયે 75મા વર્ષમાં પ્રવેશ થઇ રહ્યો છે..ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં આઝાદી અમૃત મહોત્સવ યોજવાનો નિર્ણય કર્યો છે. દેશની આઝાદી માટે પ્રાણનું બલિદાન આપવા ઝઝૂમેલાં પૂજ્ય મહાત્મા ગાંધીને સાચઅર્થમાં આદરાંજલિ અર્પણ કરવા હેતુ આઝાદી અમૃત મહોત્સવ યોજાયો છે. વડાપ્રધાન ગુજરાતની ધરા પર આવેલાં ગાંધીઆશ્રમ થી આઝાદી અમૃત મહોત્સવને પ્રસ્થાન કરાવશે. પૂજ્ય મહાત્મા ગાંધી આશ્રમ – સાબરમતીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રતિકાત્મક દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવશે.

રાજકારણ / કોંગ્રેસને હવે CAG ઉપર પણ છે શંકા? રાહુલે ઉઠાવ્યો સવાલ

વડાપ્રધાનનો આશ્રમમાં કાર્યક્રમ

  • સવારે 10.30 કલાકે ગાંધીઆશ્રમ આગમન
  • પૂજ્ય બાપુની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી સન્માનિત
  • હ્રદયકુંજમાં પૂ.ગાંધીપ્રિય રેંટિયો કાંતશે
  • દાંડીબ્રિજ તરફ વડાપ્રધાન વોક કરી યાત્રાને પ્રસ્થાન કરાવશે
  • દાંડીયાત્રામાં 81 ગાંધી અનુયાયીઓ સામેલ થશે

અમદાવાદ સાબરમતી આશ્રમ થી શરૂ થનારી દાંડીયાત્રા મહાત્મા ગાંધીએ જે માર્ગ પર યોજી હતી એ જ અસલ માર્ગ પર આગળ વધશે. દાંડીયાત્રાના પ્રારંભ પૂર્વે ગાંધીઆશ્રમ નજીક આવેલાં પૂર્વ વડાપ્રધાન સ્વ.મોરારજી દેસાઇના સમાધિ સ્થળ અક્ષરઘાટ ખાતે કાર્યક્રમ યોજાશે.વડપ્રધાન ખુદ પણ અસલ દાંડીમાર્ગ જે છે ત્યાંથી પગેથી ચાલીને 21 દિવસની પદયાત્રાનો પ્રતિકાત્મક પ્રારંભ કરાવે તે માટેનું સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે.ઐતિહાસિક અને અવિસ્મરણીય બની રહેનારી દાંડીયાત્રામાં 81 પદયાત્રીઓ ગાંધી આશ્રમથી દાંડી સુધી સામેલ થશે.દાંડીયાત્રાના મહત્વના સ્થળો તેમાં પણ પૂજ્ય બારુ અને સ્વતંત્રતા સંગ્રામ સાથે જોડાયેલાં પોરબંદર – રાજકોટ – વડોદરા – બારડોલી – માંડવી અને દાંડીમાં મોટા કાર્યક્રમનું આયોજન થશે. દાંડીયાત્રાના માર્ગ પર 21 સ્થળોએ પદયાત્રાના રાત્રિરોકારણ દરમિયાન રાષ્ટ્રભક્તિ જાગૃત કરનારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે. દાંડીયાત્રામાં સ્વચ્છતા અભિયાન – પર્યાવરણ જાગૃતિ – સ્વ-સુરક્ષા – જળસંચય અને સામાજિત પરિવર્તન જેવા મુદ્દા સાથે જનચેતનનો સંદેશો પણ આપવામાં આવશે. આઝાદીના 75-મા-વર્ષ પ્રારંભે ભારત ક્યાં પહોંચ્યું અને આગામી 25-વર્ષ દરમિયાન વિશ્વગુરૂ બનવા તરફ ભારત આગળ વધી રહ્યો છે..ત્યારે દેશની આઝાદીની શતાબ્દી ઉજવણીની ભૂમિકા માટે પણ દાંડીપદયાત્રા સંભારણું બની રહેશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ