કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધી મોદી સરકાર પર ઘણીવાર સવાલો કરતા જોવા મળી જાય છે. તેઓ વિપક્ષમાં ગણી શકાય તેટલા નેતાઓમાં છે જે મોદી સરકારની આજે પણ ટીકા કરી શકે છે. આ વખતે રાહુલ ગાંધીએ કમ્પ્ટ્રોલર ઓડિટર જનરલ (CAG) પર નિશાન સાંઘ્યુ છે.
મહાશિવરાત્રી / રાષ્ટ્રપતિ કોવિંદ અને PM મોદીએ મહાશિવરાત્રી પર દેશવાસીઓને આ રીતે પાઠવી શુભેચ્છા
રાહુલ ગાંધીએ CAG નાં અહેવાલમાં વિલંબનો મુદ્દો ઉઠાવ્યો હતો અને સોશિયલ મીડિયા પર એક ટેબલ શેર કરીને ‘કેજેડ’ (પાંજરામાં બંધ) શબ્દનો ઉપયોગ કર્યો હતો. રાહુલ ગાંધીએ ટ્વિટર પર પોતાની પોસ્ટમાં કોષ્ટક શેર કર્યું છે, જેમાં કેગ દ્વારા 2011-12 થી રિપોર્ટ તૈયાર કરવા માટે લેવામાં આવેલા સમયનો ઉલ્લેખ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કોષ્ટક શેર કર્યુ છે તેમા આ દર્શાવવામાં આવ્યુ છે કે, નાણાકીય વર્ષ 2017-18 અને 2018-19માં કેગને 18-24 મહિનાનો સમય લાગ્યો હતો અથવા તેઓ ફરીથી પેન્ડિંગ છે.
આગ્રા / આ અકસ્માતનાં દ્રશ્યો તમારા રૂંવાટા કરી દેશે ઉભા, 8 થી વધુ લોકોએ ગુમાવ્યો જીવ
એક અહેવાલ મુજબ, આરટીઆઈ હેઠળ પ્રાપ્ત માહિતી અનુસાર, 2015 અને 2020 ની વચ્ચે, કેગનાં અહેવાલમાં 75 ટકાનો ઘટાડો થયો છે. 2015 માં, કેગે 55 રિપોર્ટ્સ રજૂ કર્યા, પરંતુ 2020 સુધીમાં તેની સંખ્યા ઘટીને માત્ર 14 થઈ ગઈ છે. આ કોષ્ટક મુજબ, CAG એ નાણાકીય વર્ષ 2017-18 અને 2018-19 માટે 12 થી 18 અને 18 થી 24 મહિનામાં અહેવાલો તૈયાર કર્યા હતા અથવા તે હજુ બાકી છે. જોકે રાહુલે તે ટેબલનો સ્ત્રોત જાહેર કર્યો નથી. એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લા પાંચ વર્ષમાં દેશની સર્વોચ્ચ ઓડિટ બોડી દ્વારા કરવામાં આવેલા અહેવાલોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ ઉપરાંત કૃષિ આંદોલનને લઇને ઘણીવાર મોદી સરકારની ટીકા કરી છે અને તેમને આઇનો બતાવવાનો પ્રયત્ન કર્યો છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
