Not Set/ ગુજરાત, બંગાળ, મહારાષ્ટ્રમાં ભારે વરસાદ, 72 કલાકમાં વરસાદથી 11થી વધુનાં મોત

છેલ્લાં 72 કલાકમાં વરસાદ સાથે જોડાયેલી ઘટનાઓમાં 11થી વધુ લોકોના મોત થયા છે. દેશના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે. મહારાષ્ટ્ર, ગુજરાત અને બંગાળના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. વડોદરામાં ગોત્રી વિસ્તારમાં આવેલ અલમાઇટી એવન્યુના ગેટ પાસે કાર પાર્ક કરીને પાર્ટ ફરતા યુવાનને વીજ કરંટ લાગતા તેને બચાવવા દોડી આવેલાના પિતાને […]

Top Stories Gujarat India

છેલ્લાં 72 કલાકમાં વરસાદ સાથે જોડાયેલી ઘટનાઓમાં 11થી વધુ લોકોના મોત થયા છે. દેશના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે. મહારાષ્ટ્ર, ગુજરાત અને બંગાળના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે.

વડોદરામાં ગોત્રી વિસ્તારમાં આવેલ અલમાઇટી એવન્યુના ગેટ પાસે કાર પાર્ક કરીને પાર્ટ ફરતા યુવાનને વીજ કરંટ લાગતા તેને બચાવવા દોડી આવેલાના પિતાને પણ કરંટ લાગતા પિતા પુત્રનું મોત થયું હતુ.

સુરત અને વલસાડની આજુ બાજુના વિસ્તારોમાં એનડીઆરએફની ટીમને એલર્ટ આપવામાં આવ્યું છે. મુંબઈ-થાણેમાં 5 અને બંગાળમાં 6 લોકોના જીવ ગયા છે. જ્યારે ગુજરાતના વલસાડમાં 30 કલાકમાં 25 ઈંચ વરસાદ થઈ ગયો છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે મધ્ય પ્રદેશમાં એક દિવસ પહેલાં જ ચોમાસું પહોંચ્યુ છે. ભોપાલ અને ઈન્દોરમાં ચોમાસું મંગળવારે પહોંચવાની શક્યતા છે. દિલ્હીમાં 26 જૂન પછી ચોમાસું પહોંચે તેવી શક્યતા છે.

કોલકાતા સહિત દક્ષિણ બંગાળના અમુક વિસ્તારોમાં સોમવારે ભારે વરસાદ નોંધવામાં આવ્યો છે. વીજળી પડવાના કારણે પાંચ લોકોના મોત થયા હોવાની માહિતી મળી છે. જ્યારે એક છોકરાનું પાણીમાં તણાઈ જવાના કારણે મોત થયું છે.

ઘણી જગ્યાએ પાણી ભરાઈ જવાના કારણે પૂર્વી રેલવે અને દક્ષિણ રેલવે સર્વિસ ઉપર અસર પડી છે. ઘણી ટ્રેન મોડી ચાલી રહી છે. કોલકાતામાં પણ વાહનવ્યવહાર ઉપર અસર થઈ છે.