Interesting/ હોટેલોમાં જ્યારે ભોજન બાદ બિલ આવે, ત્યારે સાથે વરિયાળી અને ખાંડ શા માટે અપાય છે?

જમવાનું ભાવતું ન હોય તેમને જમ્યા બાદ વરિયાળી લેવા કરતા જમ્યા પહેલા વરિયાળી ખૂબ ચાવીને આરોગવી જોઈએ.

Health & Fitness Lifestyle
SHARABT હોટેલોમાં જ્યારે ભોજન બાદ બિલ આવે, ત્યારે સાથે વરિયાળી અને ખાંડ શા માટે અપાય છે?

હોટેલોમાં જ્યારે તમે બિલ આપો છો ત્યારે તમને વરિયાળી અને ખાંડ શા માટે આપવામાં આવે છે.આખરે શું છે કારણ? ત્યાં આપવામાં આવતી વરિયાળી અને ખાંડનો રાઝ જણાવીએ..

👉 પાચન શક્તિ વધારે છે : બહારનાં ભોજનની ડીશો ભારે અને ઘણી વાર મસાલાદાર પણ હોય છે. એવામાં તમને પેટની અનેક સમસ્યા થઈ શકે. વરિયાળી-ખાંડમાં પાચનશક્તિ વધારવા અને જલ્દીથી ખાવાનું પચાવવાની ક્ષમતા હોય છે. જમ્યા બાદ જો વરિયાળીનું સેવન કરવામાં આવે તો પેટમાં એસિડીટી થતી નથી. આ કારણે બિલની સાથે વરિયાળી અને ખાંડ આપવામાં આવે છે. બીજું  મોઢાની દુર્ગંધ દૂર કરવા માટે પણ એ ઉપયોગી છે. આ સિવાય મુખવાસ ખાવાના બીજા ઘણા ફાયદા છે. જેને જાણીને તમે પણ વરિયાળી ખાવાની આદત બનાવી લેશો.

👉 મોઢાની દુર્ગંધ દૂર કરે છે : સાકર-વરિયાળીનો મુખવાસ ન માત્ર પાચનશક્તિ માટે અને મોઢાની દુર્ગંધ દૂર કરે છે. પરંતુ યાદ શક્તિ માટે પણ સારી છે. વરિયાળીનું સેવન સતત કરવાથી તમારુ મગજ તેજ થઈ જાય છે. લીલી વરિયાળી અને સાકર બંને ટોટલ હેલ્થ માટે ખૂબ સારી છે.

👉 મુખના રોગો મટાડે: વરિયાળીમાં મધુર ઉપરાંત તીખો અને કડવો રસ હોવાથી તે મો ચોખ્ખું કરે છે અને મુખના રોગો મટાડવામાં મદદ કરે છે. અને ખાસ કરીને રુચિ પેદા કરે છે.

Mukhwas, Indian Breath Freshener And Digestive – Grow It, Catch It, Cook It

👉  ભૂખ ઉઘાડે છે :  જે વ્યક્તિને ભૂખ ન લાગતી હોય કે જમવાનું ભાવતું ન હોય તેમને જમ્યા બાદ વરિયાળી લેવા કરતા જમ્યા પહેલા વરિયાળી ખૂબ ચાવીને આરોગવી જોઈએ.

👉  પેટની બળતરા મટાડે : ઉનાળામાં જેમને પેટમાં બળતરા થતી હોય તેમને વરિયાળી અને ખડીસાકર વાળું સરબત પીવું જોઈએ. બજારુ તૈયાર મળતા ઠંડા પીણાં કરતા આ શરબત અનેક ગણું ફાયદાકારક છે.

આ પણ વાંચો-  કઠોળ પલાળવાનું ભૂલી જાવ તો બાફવામાં ઉમેરો આ ચીજ, જાણો ખૂબ કામની 15 રસોઈ ટિપ્સ

આ પણ વાંચો-  Tips / ઢોકળા બનાવવા માટેની Tips, અજમાવશો તો કામ થઈ જશે સરળ