Not Set/ પ્લાઝમા એ કોરોનાની દવાનો વિકલ્પ છે,તમે પણ પ્લાઝમા દાતા બનીને કોઈનો જીવ બચાવી શકો છો.

50 કિલો કરતાં વધુ વજન ધરાવતા વ્યક્તિ જે કોરોનાથી સાજા થયેલા ના 14 દિવસ પછી પ્લાઝમા ડોનેટ કરી શકે છે. પ્લાઝમાદાન એક સાદી પ્રક્રિયા છે.

Health & Fitness Trending
oxigen 9 પ્લાઝમા એ કોરોનાની દવાનો વિકલ્પ છે,તમે પણ પ્લાઝમા દાતા બનીને કોઈનો જીવ બચાવી શકો છો.
  • કોરોના ના સાજા થયેલા દર્દીઓમાંથી તેને લેવામાં આવે છે એટલે તેને convalescent પ્લાઝમા કહેવામાં આવે છે
  • એન્ટીબોડી જ્યારે આપણા શરીરમાં હોય ત્યારે જ પ્લાઝમા લેવામાં આવે
  • પ્લાઝમા એ એક પેસિવ એન્ટીબોડી થેરાપી છે

@ડો. તૃપ્તિ બારોટ, ટ્રાન્સફ્યુઝન મેડીસીન

કોરોનાવાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ વાયરસ જે લાખો લોકોને અસર કરી છે તેની સારવાર માટે convalescent પ્લાઝ્મા એક વિકલ્પ છે જેના વિષે થોડી માહિતી આપીશ. પ્લાઝમા એ એક પેસિવ એન્ટીબોડી થેરાપી છે. આપણા શરીરમાં જ્યારે કોઈપણ વાઈરસ કે બેક્ટેરિયા પ્રવેશે ત્યારે તેના વિરૂદ્ધમાં એન્ટીબોડી બનાવે છે. આ એન્ટીબોડી સામે આપણને રક્ષણ આપે છે. તેવી જ રીતે કોરોના થાય ત્યારે દર્દીઓમાં તેના વિરૂદ્ધમાં એન્ટીબોડી બને છે એ આ વાયરસ સામે લડે છે આ એન્ટીબોડી શરીરમાં પ્રવાહી ઘટક પ્લાઝમા હોય છે. કોરોના ના સાજા થયેલા દર્દીઓમાંથી તેને લેવામાં આવે છે એટલે તેને convalescent પ્લાઝમા કહેવામાં આવે છે. પ્લાઝમા તમે કોઈપણ બ્લડ સેન્ટર માં ડોનેટ કરી શકો છો.

oxigen 7 પ્લાઝમા એ કોરોનાની દવાનો વિકલ્પ છે,તમે પણ પ્લાઝમા દાતા બનીને કોઈનો જીવ બચાવી શકો છો.

૧૮ થી ૬૫ વર્ષ ની ઉંમરના વ્યક્તિ પ્લાઝમા ડોનેટ કરી શકે છે.

50 કિલો કરતાં વધુ વજન ધરાવતા વ્યક્તિ જે કોરોનાથી સાજા થયેલા ના 14 દિવસ પછી પ્લાઝમા ડોનેટ કરી શકે છે. પ્લાઝમાદાન એક સાદી પ્રક્રિયા છે. જેમાં દર્દીનું હિમોગ્લોબીન ,બ્લડ પ્રેશર ચેક કરવામાં આવે છે તથા કોરોના ની વિરુદ્ધમાં એન્ટીબોડી નો પણ ટેસ્ટ કરવામાં આવે છે.આ એન્ટીબોડી જ્યારે આપણા શરીરમાં હોય ત્યારે જ પ્લાઝમા લેવામાં આવે છે convalescent પ્લાઝમા એક કોરોના ની દવા નો વિકલ્પ છે તો મહેરબાની કરીને તમે પ્લાઝમા ડોનેટ કરો.

તમે પ્લાઝમા ડોનેટ કરીને માનવતા ની મદદ કરી શકો છો. આવા કપરા સમય માં તમે પ્લાઝમા દાતા બનીને કોઈનો જીવ બચાવી શકો છો.

s 6 0 00 00 00 1 પ્લાઝમા એ કોરોનાની દવાનો વિકલ્પ છે,તમે પણ પ્લાઝમા દાતા બનીને કોઈનો જીવ બચાવી શકો છો.