Not Set/ VIDEO : પાક. સામેની મેચમાં હાર બાદ અફઘાનિસ્તાનના આ બોલર સાથે મલિકે કર્યું કઈક ખાસ, જુઓ, આ વીડિયો

નવી દિલ્હી, યુએઈમાં રમાઈ રહેલા એશિયા કપમાં અફઘાનિસ્તાનની ટીમના પરફોર્મન્સને લઈ ખુબ ચર્ચાઓ કરવામાં આવી રહી છે. ગ્રુપ સ્ટેજમાં એશિયા કપની પાંચ વારની ચેમ્પિયન ટીમ રહેલી શ્રીલંકા અને બાંગ્લાદેશની ટીમને હરાવ્યા બાદ અફઘાનિસ્તાનની ગ્રુપ સ્ટેજમાં અજેય રહી હતી. જો કે ગ્રુપ સ્ટેજમાં અજેય રહેલી અફઘાનિસ્તાનની ટીમને પાકિસ્તાન સામેની સુપર ૪ના મુકાબલામાં હારનો સામનો કરવો પડ્યો […]

Trending Sports
pakistan VIDEO : પાક. સામેની મેચમાં હાર બાદ અફઘાનિસ્તાનના આ બોલર સાથે મલિકે કર્યું કઈક ખાસ, જુઓ, આ વીડિયો

નવી દિલ્હી,

યુએઈમાં રમાઈ રહેલા એશિયા કપમાં અફઘાનિસ્તાનની ટીમના પરફોર્મન્સને લઈ ખુબ ચર્ચાઓ કરવામાં આવી રહી છે. ગ્રુપ સ્ટેજમાં એશિયા કપની પાંચ વારની ચેમ્પિયન ટીમ રહેલી શ્રીલંકા અને બાંગ્લાદેશની ટીમને હરાવ્યા બાદ અફઘાનિસ્તાનની ગ્રુપ સ્ટેજમાં અજેય રહી હતી.

જો કે ગ્રુપ સ્ટેજમાં અજેય રહેલી અફઘાનિસ્તાનની ટીમને પાકિસ્તાન સામેની સુપર ૪ના મુકાબલામાં હારનો સામનો કરવો પડ્યો હતો. સુપર ૪ની પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સામેની આ મેચ એક સમયે રોમાંચક મોડ પર જતી રહી હતી.

પાકિસ્તાનની ટીમને અંતિમ ઓવરમાં જીત માટે ૧૦ રનની જરૂરત હતી, જયારે બીજી બાજુ અફઘાનિસ્તાનની ટીમને પરાજયમાંથી બહાર લાવવાની જવાબદારી યુવાન બોલર આફતાબ આલમના હાથમાં હતી.

https://twitter.com/iMMujahidMalik/status/1043233129450950656

આફતાબની સામે પાકિસ્તાનની ટીમના અનુભવી બેટ્સમેન શોએબ માલિક હતો અને તેઓએ અંતિમ ક્ષણોમાં રન બનાવી પોતાની ટીમને જીત અપાવી દીધી હતી.

અફઘાનિસ્તાન ટીમના આ પરાજય બાદ પણ ખેલાડીઓએ તમામના દિલ જીતી લીધા હતા, પરંતુ અંતિમ ઓવર કરનાર ઝડપી બોલર આફતાબ આલમ પોતાને આ હારનું કારણ માની શક્યો ન હતો અને તે મેદાન પર જ રડવા લાગ્યો હતો.

જો કે ત્યારબાદ શોએબ મલિકે ખેલ ભાવનાનો યોગ્ય પરિચય આપતા અફઘાનિસ્તાનના આ ખેલાડીના આંસુ લૂછતાં જોવા મળ્યા હતા. હર બાદ આલમ જમીન પર બેસી ગયો હતો અને ત્યારે મલિક તેઓની પાસે ગયા હતા અને કઈક ખાસ શબ્દો કહ્યા હતા.

શોએબ મલિકની આ રમત પ્રત્યેની ભાવનાન સોશિયલ મીડિયામાં ખુબ પ્રશંસા કરવામાં આવી રહી છે. લોકો દ્વારા ટ્વીટર પર મલિકની આ ભાવનાને લઇ વીડિયો શેર કર્યો છે અને શોએબ મલિકની ખુબ પ્રશંસા કરવામાં આવી રહી છે.

આ મેચની વાત કરવામાં આવે તો, પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાનની ટીમે પાકિસ્તાનને ૨૫૮ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જો કે અફઘાનિસ્તાન દ્વારા આપવામાં આવેલા ૨૫૮ રનના ટાર્ગેટને પાકિસ્તાને ૪૯.૩ ઓવરમાં ૭ વિકેટના નુકશાને વટાવી શાનદાર જીત મેળવી હતી. આ મેચમાં શોએબ માલિકે અણનમ ૫૧ રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી.