Not Set/ વેસ્ટઇન્ડીઝને હરાવી વર્લ્ડકપ ક્વોલિફાયર ૨૦૧૮નું ચેમ્પિયન બન્યું અફગાનિસ્તાન

હરારે, ઝિમ્બાબ્વેના હરારે ખાતે રમાયેલા ICC વર્લ્ડકપ ક્વોલિફાયર ૨૦૧૮ની ફાઈનલ મેચમાં અફઘાનિસ્તાની ટીમે પોતાનો પરચમ લહેરાવ્યો છે. ફાઈનલ મેચમાં અફઘાનિસ્તાને વેસ્ટઇન્ડીઝની ટીમને ૭ વિકેટે હરાવી આ ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. They've done it! 🇦🇫Afghanistan complete one of the most improbable turnarounds, qualifying for the @cricketworldcup and lifting the #CWCQ trophy!#WIvAFG scorecard ➡ https://t.co/Cy2DXv5ibd […]

Sports
HHHHHHH વેસ્ટઇન્ડીઝને હરાવી વર્લ્ડકપ ક્વોલિફાયર ૨૦૧૮નું ચેમ્પિયન બન્યું અફગાનિસ્તાન

હરારે,

ઝિમ્બાબ્વેના હરારે ખાતે રમાયેલા ICC વર્લ્ડકપ ક્વોલિફાયર ૨૦૧૮ની ફાઈનલ મેચમાં અફઘાનિસ્તાની ટીમે પોતાનો પરચમ લહેરાવ્યો છે. ફાઈનલ મેચમાં અફઘાનિસ્તાને વેસ્ટઇન્ડીઝની ટીમને ૭ વિકેટે હરાવી આ ટ્રોફી પોતાના નામે કરી લીધી છે.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી વેસ્ટઇન્ડીઝની ટીમે ૪૬.૫ ઓવરમાં ૨૦૪ રન જ બનાવી ઓલ આઉટ થઇ ગઈ હતી. વેસ્ટઇન્ડીઝ તરફથી સૌથી વધુ ૪૪ રનની ઇનિગ્સ રોવમેન પોવેલે રમી હતી, અને શિમરોન હેત્મ્યેરે ૩૮ રન બનાવ્યા હતા. જયારે અફગાનિસ્તાનના યુવા સ્પિનર મુજીબ જાડરાને ૪ વિકેટ ઝડપી હતી.

વેસ્ટઇન્ડીઝ દ્વાર આપવામાં આવેલા ૨૦૫ રનના ટાર્ગેટનો પીછો કરતા અફગાનિસ્તાનની ટીમે ૪૦.૪ ઓવરમાં ૩ વિકેટના નુકશાને જ ૨૦૬ રન બનાવ્યા હતા અને ૭ વિકેટે શાનદાર વિજય મેળવ્યો હતો. અફગાનિસ્તાન તરફથી મોહમ્મદ શહજાદે સૌથી વધુ ૮૪ રન બનાવ્યા હતા જયારે રહમત શાહે ૫૧ રન ફટકાર્યા હતા.

મહત્વનું છે કે, ICC વર્લ્ડકપ ક્વોલિફાયરનો ખિતાબ પોતાના નામે કરનારી અફઘાનિસ્તાની ટીમે આ પહેલા આયર્લેન્ડ સામે રમાયેલી મેચમાં ૫ વિકેટે વિજય મેળવીને ઈંગ્લેંડમાં રમનારા ૨૦૧૯ના વર્લ્ડકપ માટે ક્વોલિફાયર થઇ ચૂકી છે. જયારે વેસ્ટઇન્ડીઝ ૨૦૧૯ના વર્લ્ડકપની ટિકિટ પોતાના નામે કરી ચુક્યું છે.

વેસ્ટઇન્ડીઝ આ પહેલા ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૭ની સમયસીમામાં આઈસીસીની વન-ડે રેન્કિંગમાં ટોચની ૮ ટીમોમાં સ્થાન બનાવવામાં નિષ્ફળ રહેવાના કારણે ૨૦૧૯ના વર્લ્ડકપ માટે ક્વોલિફાયર કરી શકી હતી અને બે વખતની વર્લ્ડ ચેમ્પિયન ટીમને વર્લ્ડકપ ક્વોલિફાયરની મેચ રમવી પડી હતી.