Not Set/ મેસ્સીને લઇને આવ્યા ખરાબ સમાચાર, કરોડો ચાહકોનાં તૂટ્યા દિલ

ફૂટબોલ જગતથી હવે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી દુનિયાનાં સૌથી મહાન ફૂટબોલર કહેવાતા લિયોનેલ મેસ્સીએ બાર્સેલોના ટીમ સાથે પોતાના છેડો ફાડી દીધો છે.

Sports
મેસ્સી

ફૂટબોલ જગતથી હવે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી દુનિયાનાં સૌથી મહાન ફૂટબોલર કહેવાતા લિયોનેલ મેસ્સીએ બાર્સેલોના ટીમ સાથે પોતાના છેડો ફાડી દીધો છે. આ સમાચાર સામે આવ્યા બાદ ફૂટબોલ જગતમાં આ મુદ્દો એક ચર્ચાનો વિષય બની ગયો છે.

11 153 મેસ્સીને લઇને આવ્યા ખરાબ સમાચાર, કરોડો ચાહકોનાં તૂટ્યા દિલ

આ પણ વાંચો – #TokyoOlympic2021 / બ્રિટન સામે ભારતીય મહિલા હોકી ટીમની હાર, ભારતીય ટીમ બ્રોન્ઝ મેડલ ચૂકી

આપને જણાવી દઇએ કે, વિશ્વનાં મહાન ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ બાર્સેલોનાની ટીમ છોડી દીધી હોવાની ચર્ચા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી. હવે ક્લબે પુષ્ટિ કરી છે કે મેસ્સી ખરેખર બાર્સેલોના છોડશે. ક્લબનાં મતે મેસ્સીએ ટીમ છોડવાનું કારણ આર્થિક અને માળખાકીય અવરોધો છે. આપને જણાવી દઈએ કે, મેસ્સી 21 વર્ષથી બાર્સેલોના ક્લબનો હિસ્સો રહ્યો છે. આવી સ્થિતિમાં, તેણે ટીમ છોડતા કરોડો ચાહકોનાં દિલ તૂટી ગયા છે. ક્લબનાં મતે, આ બંને વચ્ચે નાણાકીય અવરોધો (સ્પેનિશ લા લિગા નિયમો) નાં કારણે થઈ શક્યું નથી.

આ પણ વાંચો – IND vs ENG / કોહલીની વિકેટ લીધા બાદ અનિલ કુમ્બલેને યાદ કરવા લાગ્યો Anderson

આ કારણે લિયોનેલ મેસ્સી હવે બાર્સેલોના ક્લબમાં જોડાઈ શકશે નહીં અને અમે બંને તેના માટે દુઃખી છીએ અને તેના વિના ક્લબ પૂર્ણ નહીં થાય. અમે ક્લબની પ્રગતિમાં તેમના યોગદાન માટે તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ અને ભવિષ્ય માટે તેમને શુભેચ્છા પાઠવીએ છીએ. ક્લબે કહ્યું, ‘મેસ્સીએ ગત સિઝનનાં અંતમાં ક્લબ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી પરંતુ તત્કાલીન પ્રમુખ જોસેફ બાર્ટોમેએ તેને ફગાવી દીધુ હતુ.

મેસ્સી

આ પણ વાંચો – #TokyoOlympic2021 / ભારતીય પહેલવાન બજરંગ પુનિયા પહોંચ્યા સેમીફાઇનલમાં, ઇરાની ખેલાડીને આપી મ્હાત

જૂનનાં અંતમાં કરાર સમાપ્ત થયા બાદ Lionel Messi અન્ય ક્લબો સાથે કરાર કરવા માટે મુક્ત હતા, પરંતુ બાર્સેલોનાએ હંમેશા કહ્યું હતું કે, તે ક્લબ સાથે રહેવા માંગે છે. Lionel Messi 13 વર્ષની ઉંમરે ક્લબની યુવા ટીમમાં જોડાયો હતો. તેણે પોતાની સમગ્ર ક્લબ કારકિર્દી બાર્સિલોના સાથે વિતાવી છે. તે ક્લબનો ટોપ સ્કોરર રહ્યો છે. તેણે તમામ સ્પર્ધાઓમાં 778 મેચમાં 672 ગોલ કર્યા છે. Lionel Messi એ બાર્સેલોના સાથે છેલ્લા પાંચ વર્ષથી 438 કરોડ (550 મિલિયન યુરો) ની ડીલ કરી હતી. આ કરાર આ વર્ષે 30 જૂને સમાપ્ત થયો હતો. ક્લબે કહ્યું કે, સ્પેનિશ લીગનાં નાણાકીય નિયમોએ આર્જેન્ટિનાનાં સ્ટાર સાથે નવા કરાર પર હસ્તાક્ષર કરવાનું અશક્ય બનાવ્યું છે.