ઓલિમ્પિક/ નોવાક જોકાવિચનું ગોલ્ડન સ્લેમ જીતવાનો સપનું રોળાયું

જોકોવિચે મેચ દરમિયાન ઘણી વખત પોતાનો ગુસ્સો રેકેટ પર ઉતાર્યો હતો

Sports
jocawich નોવાક જોકાવિચનું ગોલ્ડન સ્લેમ જીતવાનો સપનું રોળાયું

વિશ્વનો ટોચનો નામાંકિત ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ ગોલ્ડન સ્લેમ પૂર્ણ કરવાના સ્વપ્ન સાથે ઓલિમ્પિકમાં આવ્યો હતો પરંતુ શનિવારે તે બ્રોન્ઝ મેડલ પણ જીતી શક્યો ન હતો તે  ટોક્યોથી ખાલી હાથે પાછો ફર્યો છે.  શનિવારે બ્રોન્ઝ મેડલ મુકાબલામાં સ્પેનના પાબ્લો કેરેનો બુસ્ટાએ 6-4, 7-6, 6-3થી તેને  હરાવ્યો હતો. મેચ દરમિયાન, જોકોવિચે ઘણી વખત પોતાના ગુસ્સા પર કાબુ ગુમાવ્યું હતું અને  ગુસ્સો રેકેટ પર ઉતાર્યો હતો.

જોકોવિચને 24 કલાકથી ઓછા સમયમાં ત્રીજી વખત હારનો સામનો કરવો પડ્યો.એલેકઝેન્ડર જેવ્લરે શુક્રવારે ઓલિમ્પિકની મેન્સ સિંગલ્સ સેમિફાઇનલમાં જોકોવિચને હરાવીને  તેનાગોલ્ડન સ્લેમ જીતવાનો તેનું સપનું તોડ્યું હતું. ત્યાર બાદ તેને મિક્સ ડબલ્સની સેમિફાઇનલમાં પણ હારનો સામનો કરવો પડ્યો હતો એક જ વર્ષમાં ચાર ગ્રાન્ડ સ્લેમ જીતનાર અને  ગોલ્ડ જીતનારને ગોલ્ડન સ્લેમ કહેવાય છે. સ્ટેફી ગ્રાફ (1988) આ સિદ્ધિ મેળવનાર એકમાત્ર ટેનિસ ખેલાડી છે.

જોકોવિચની રમતના અંદાજ પરથી તેનાે ગુસ્સો બહાર જોવા મળ્યો હતો, તેણે બીજા સેટમાં મેચ પોઈન્ટ બચાવ્યા બાદ ત્રીજા સેટમાં લાંબી રેલી દરમિયાન બુસ્તાના શોટને અટકાવવામાં નિષ્ફળ રહ્યા બાદ સ્ટેન્ડ તરફ પોતાનું રેકેટ ફેંક્યું હતું. બે ગેમ્સ પછી, જ્યારે બુસ્ટાએ તેની સર્વિસ તોડી ત્યારે  તેણે ફરી એક વખત તેના રેકેટથી નેટને ફટકાર્યો. ત્યારબાદ તેણે રેકેટ ઉપાડ્યું અને ફોટોગ્રાફરો તરફ ફેંકી દીધું.  અમ્પાયરે નેટ પર રેકેટ ફેંક્યા બાદ જોકોવિચને ચેતવણી પણ આપી હતી પરંતુ બુસ્ટાએ અમ્પાયર પાસેથી પેનલ્ટી પોઈન્ટની માંગણી કરી હતી કારણ કે તે રેકેટ પર ગુસ્સાનો બીજો દાખલો હતો.

જો કે, પ્રથમ ઘટના બાદ અમ્પાયરે જોકોવિચને ચેતવણી આપી ન હતી. જોકોવિચ અને નીના સ્ટોજાનોવિકની મિશ્રિત ડબલ્સની જોડી શુક્રવારે સેમિફાઇનલમાં હારી ગઇ હતી. જે બાદ તે આજે બ્રોન્ઝ મેડલ મેચમાં ઓસ્ટ્રેલિયાની મિશ્ર ડબલ્સ જોડી એશ બાર્ટી અને જ્હોન પીયર્સ સામે ટકરાવાનો હતો પરંતુ તેણે ડાબા ખભાની ઈજાને કારણે મેચમાંથી ખસી જવું પડ્યું. મિક્સ્ડ ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ ઓસ્ટ્રેલિયન જોડીને મળ્યો. જોકોવિચે  ઓલિમ્પિકમાં માત્ર એક જ મેડલ જીત્યો છે. તેણે બેઇજિંગ (2008) માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.