પંજાબ અને મધ્યપ્રદેશ વચ્ચે રમાયેલી વિજય હજારે ટ્રોફી મેચમાં ચોક્કા અને છક્કાનો વરસાદ થયો હતો. આ મેચમાં પંજાબનાં ઓપનર અભિષેક શર્માએ તાબડતોડ બેટિંગ કરતા 49 બોલમાં 104 રન બનાવ્યા હતા, જે દરમિયાન તેણે માત્ર 42 બોલમાં સદી ફટકારી હતી, જે લિસ્ટ એ ક્રિકેટમાં ભારતીય ક્રિકેટરની બીજી ઝડપી સદી છે. લિસ્ટ એ ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનારાં ભારતીય બેટ્સમેન યુસુફ પઠાણ છે, જેણે બરોડા તરફથી 40 બોલમાં સદી ફટકારી હતી.
Cricket / એક દિવસ પહેલા સંન્યાસ લેનારા આ 2 ક્રિકેટર ભારત માટે રમતા જોવા મળશે
અભિષેકની તાબડતોડ ઈનિંગ છતાં પંજાબને હારનો સામનો કરવો પડ્યો હતો. અભિષેકે તેની ઈનિંગ દરમિયાન આઠ ચોક્કા અને નવ છક્કા ફટકાર્યા હતા. તેના સિવાય પંજાબનો બીજો કોઇ બેટ્સમેન વધુ વિકેટ પર ટકી શક્યો નહીં. ઈન્દોરનાં હોલકર ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં મધ્યપ્રદેશએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વેંકટેશ અય્યરે 146 બોલમાં 198 રન બનાવ્યા અને આદિત્ય શ્રીવાસ્તવ 88 રને અણનમ રહ્યો હતો. આ ઉપરાંત રજત પાટીદરે 54 રનનું યોગદાન આપ્યું હતું. આ શાનદાર ઇનિંગને કારણે મધ્યપ્રદેશએ 50 ઓવરમાં ત્રણ વિકેટે 402 રન બનાવ્યા હતા.
Cricket / વિવાદમાં આવેલી મોટેરાની પિચ ચોથી ટેસ્ટમાં બદલાઇ જશે, બેટ્સમેનોને કરશે ફાયદો
જવાબમાં પંજાબ 42.3 ઓવરમાં 297 રનમાં ઓલઆઉટ થઈ ગયું. અભિષેક શર્મા સિવાય બીજો કોઈ પણ બેટ્સમેન વિકેટ પર રમી શક્યો ન હતો અને અંતે પંજાબને આ મેચમાં હારનો સ્વાદ ચાંખવો પડ્યો હતો.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
