Not Set/ #INDvAUS : અંતિમ ટી-૨૦માં શાનદાર પરફોર્મન્સ સાથે જ કૃણાલ પંડ્યાએ આ રેકોર્ડ કર્યો પોતાના નામે

સિડની, સિડનીના SCG ગ્રાઉન્ડ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી અંતિમ મેચમાં ભારતીય ટીમનો ૬ વિકેટે શાનદાર વિજય થયો છે. કેપ્ટન વિરાટ કોહલીનાઅણનમ ૬૨ રન અને કૃણાલ પંડ્યાની ઉત્કૃષ્ટ બોલિંગના સહારે ભારતે જીત હાંસલ કરી હતી અને આ શ્રેણી ૧-૧થી સરભર કરી છે. બીજી બાજુ ટીમના ઇન્ડિયાના ઓલરાઉન્ડર ખેલાડી કૃણાલ પંડ્યાના આ પરફોર્મન્સ સાથે જ તેઓના નામે […]

Trending Sports
Ds2UggbVAAAZOqR #INDvAUS : અંતિમ ટી-૨૦માં શાનદાર પરફોર્મન્સ સાથે જ કૃણાલ પંડ્યાએ આ રેકોર્ડ કર્યો પોતાના નામે

સિડની,

સિડનીના SCG ગ્રાઉન્ડ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી અંતિમ મેચમાં ભારતીય ટીમનો ૬ વિકેટે શાનદાર વિજય થયો છે. કેપ્ટન વિરાટ કોહલીનાઅણનમ ૬૨ રન અને કૃણાલ પંડ્યાની ઉત્કૃષ્ટ બોલિંગના સહારે ભારતે જીત હાંસલ કરી હતી અને આ શ્રેણી ૧-૧થી સરભર કરી છે.

Ds1pnCLVAAAEXAG #INDvAUS : અંતિમ ટી-૨૦માં શાનદાર પરફોર્મન્સ સાથે જ કૃણાલ પંડ્યાએ આ રેકોર્ડ કર્યો પોતાના નામે

બીજી બાજુ ટીમના ઇન્ડિયાના ઓલરાઉન્ડર ખેલાડી કૃણાલ પંડ્યાના આ પરફોર્મન્સ સાથે જ તેઓના નામે એક રેકોર્ડ નોંધાયો છે.

કૃણાલ પંડ્યાએ ૪ ઓવરમાં ૩૬ રન ૪ વિકેટ ઝડપવાની સાથે જ ઓસ્ટ્રેલિયામાં ટી-૨૦ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સ્પિન બોલર બની ગયો છે. આ ઉપરાંત પંડ્યાએ અત્યારસુધીમાં ૬ ટી-૨૦ મેચ રમી છે, જેમાં આ પોતાનું બેસ્ટ પરફોર્મન્સ છે.

આ પહેલા ઓસ્ટ્રેલિયામાં એક સ્પિનર તરીકે સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ ગ્લેન મેક્સવેલના નામે હતો. મેક્સવેલે ઇંગ્લેન્ડની સામે હોબાર્ટમાં ૧૦ રન આપીને ૩ વિકેટ ઝડપી હતી.