IND VS PAK/ રોહિત શર્મા શાહિદ આફ્રિદીનો આ રેકોર્ડ તોડવામાં રહ્યો નિષ્ફળ,આઉટ થઈને પણ જીત્યા ચાહકોના દિલ

રોહિત શર્માએ પાકિસ્તાન સામે તોફાની ઇનિંગ રમી હતી, જોકે, તે શાહિદ આફ્રિદીનો એક ખાસ રેકોર્ડ તોડવાથી ચૂકી ગયો હતો

Top Stories Sports
3 7 રોહિત શર્મા શાહિદ આફ્રિદીનો આ રેકોર્ડ તોડવામાં રહ્યો નિષ્ફળ,આઉટ થઈને પણ જીત્યા ચાહકોના દિલ

દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે. એશિયા કપ 2022ની સુપર ફોર મેચમાં ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરી રહી છે. આ દરમિયાન કેપ્ટન રોહિત શર્મા અને કેએલ રાહુલે ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. બંને ખેલાડીઓ 28-28 રન બનાવીને આઉટ થયા હતા. રોહિતે તોફાની ઇનિંગ્સ રમી હતી. તેની બેટિંગ જોઈને ચાહકોના દિલ ખુશ થઈ ગયા. પરંતુ રોહિત શાહિદ આફ્રિદીનો એક ખાસ રેકોર્ડ તોડવાનું ચૂકી ગયો.

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમ માટે રાહુલ અને રોહિત ઓપનિંગ કરવા મેદાનમાં આવ્યા હતા. આ દરમિયાન રોહિતે 16 બોલમાં 28 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેણે 3 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. રોહિતે આ ઈનિંગની મદદથી એશિયા કપમાં 25 છગ્ગા પૂરા કર્યા. પરંતુ તે આફ્રિદીનો રેકોર્ડ તોડવાનું ચૂકી ગયો. આફ્રિદીએ આ ટૂર્નામેન્ટમાં 26 સિક્સર ફટકારી છે. આ મામલામાં રોહિત બીજા સ્થાને રહ્યો.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન સામેની મેચમાં રોહિત અને રાહુલ વચ્ચે જોરદાર ભાગીદારી જોવા મળી હતી. આ બંને ખેલાડીઓએ સાથે મળીને 31 બોલમાં 54 રનની ભાગીદારી કરી હતી. જેમાં રાહુલે 15 બોલનો સામનો કરીને 26 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે રોહિતે 16 બોલમાં 28 રનનું યોગદાન આપ્યું હતું. રાહુલનો અંગત સ્કોર 20 બોલમાં 28 રન હતો. તેણે 2 સિક્સર અને 1 ફોર ફટકારી હતી.

એશિયા કપમાં સૌથી વધુ સિક્સર

શાહિદ આફ્રિદી – 26

રોહિત શર્મા – 25

સનથ જયસૂર્યા – 23

સુરેશ રૈના – 18

મહેન્દ્ર સિંહ ધોની – 16