Not Set/ LRDનાં પરિપત્રમાં ફેરફાર, સરકારના ગાળામાં ભરાયો અનામતનો ગાળીયો, કોને મળશે ન્યાય ..?

અનામતનો ગાળીયો રૂપાણી  સરકારના ગાળામાં બરાબરનો ભરાયો છે. એક બાજુ LRD મહિલાઓ છેલ્લા ૫૬ દિવસથી આંદોલન કરી રહી હતી, તે વિવાદિત પરિપત્રને રદ્દ કરવામાં આવશે તેવી ગતરોજ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. છતાંય આજે મહિલાઓના ધરણા ચાલુ છે. તેમની સાથે કોંગ્રેસ ના કેટલાક ધારાસભ્યો પણ જોડાયા છે. તો બીજી તરફ આ પરિપત્રને રદ કરતા […]

Top Stories Gujarat
lrd LRDનાં પરિપત્રમાં ફેરફાર, સરકારના ગાળામાં ભરાયો અનામતનો ગાળીયો, કોને મળશે ન્યાય ..?

અનામતનો ગાળીયો રૂપાણી  સરકારના ગાળામાં બરાબરનો ભરાયો છે. એક બાજુ LRD મહિલાઓ છેલ્લા ૫૬ દિવસથી આંદોલન કરી રહી હતી, તે વિવાદિત પરિપત્રને રદ્દ કરવામાં આવશે તેવી ગતરોજ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. છતાંય આજે મહિલાઓના ધરણા ચાલુ છે. તેમની સાથે કોંગ્રેસ ના કેટલાક ધારાસભ્યો પણ જોડાયા છે. તો બીજી તરફ આ પરિપત્રને રદ કરતા બિન અનામત વર્ગને નુકશાન જઈ  રહ્યું છે. તો હવે તેઓ પણ સરકાર સામે મોરચો માંડવાના મુડમાં દેખાઈ રહ્યા છે….હવે જોવું એ રહ્યું કે સરકાર  સમાજના કયા વર્ગ ણે કેવી રીતે ન્યાય આપે છે…?

  • LRD મહિલાઓના આજે 65 માં દિવસે પણ અંદોલન ચાલુ 

છેલ્લા 65 દિવસથી આંદોલનને માર્ગે બેઠેલી LRD  મહિલાઓના આંદોલન નો આજે ૬૫મો દિવસ છે. ગત રોજ સરકારના વિવાદિત પરિપત્ર રદ કરવાના નિર્ણય બાદ પણ હજુ પણ આંદોલન યથાવત છે. તો  તેમની સાથે કોંગ્રેસના 3 ધારાસભ્યો પણ આજથી ઉપવાસ પર બેઠા છે.

આ મહિલાઓની માંગ છે કે, આ નવા પરિપત્ર અંગે સરકારે કોર્ટમાં એફિડેવિટ કરવું જોઈએ તથા તેની નકલ  પર વેબસાઈટ પર મુકવાની માંગને લઈને હજુ પણ આ મહિલાઓ અડગ છે.

  • LRD મહિલાઓ સાથે કોંગ્રેસ ના ધારાસભ્યોના પ્રતિક ઉપવાસ 

કોંગ્રેસના ધારાસભ્ય ચંદનજી ઠાકોર, દસાડા ધારાસભ્ય નૌશાદ સોલંકી, રૂત્વિક મકવાણા પણ ૭૨ કલાકના ઉપવાસમાં જોડાયા છે. તો સાથે  સત્યાગ્રહ છાવણી ખાતે lrd મહિલા ઓ ના સમર્થન માં અન્ય હાજર આગેવાનો પણ જોડાયા છે.
૧. નૌશાદ સોલંકી, ધારાસભ્ય
૨. હસમુખ સક્સેના
૩. રાજેશ વાઢેર
૪. રામજીભાઈ ઠાકોર
૫. અશોક શ્રીમાળી પૂર્વ કોર્પોરેટર મનપા ગાંધીનગર કોંગ્રેસ
૬. જગદીશ પરમાર ભીમ આર્મી ગુજરાત
૭. તરૂણ વાઘેલા, પ્રમુખશ્રી અનુસૂચિત જાતિ કોંગ્રેસ
૮. અભિજીતસિંહ બારડ, યુવા ઠાકોર સેના
૯. પી કે કલાપી, જીગ્નેશ મેવાની ના માણસ
૧૦. ચંદનજી ઠાકોર ધારાસભ્ય, સિધ્ધપુર
૧૧. ઋત્વિક મકવાણા, ધારાસભ્ય
૧૨. વિષ્ણુ દેસાઈ, વિદ્યાર્થી સેના અમદાવાદ

  • આજે બિનઅનામત વર્ગની મળશે ચિંતન શિબિર

જો વાત કરવામાં આવે બીન અનામત વર્ગની તો આ પરિપત્રમાં ફેરફારને બિન અનામત વર્ગને ન્નુક્ષણ થી રહ્યું છે. જેના સંદર્ભે આજે ગાંધીનગર ખાતે  LRD પરિપત્રમાં ફેરફાર મામલે ચિંતન શિબિર મળશે. જેમાં પરિપત્રમાં ફેરફાર ન કરવા બિન અનામત વર્ગ દ્વારા માંગ કરવામાં આવશે. પરિપત્રમાં ફેરફાર ન કરવા બિન અનામત વર્ગ માંગ કરી રહ્યું છે.

  • શું છે 65 દિવસથી ચાલતા LRD આંદોલન નો વિવાદિત પરિપત્ર …?

જે પરિપત્રને સરકારે રદ કર્યો છે તેમાં આખરે શું હતું તેવો સવાલ ઘણાંને થતો હશે. તો 1 ઓગષ્ટ 2018ના દિવસે જાહેર થયેલા પરિપત્ર મુજબ LRDની ભરતી પરીક્ષામાં મહિલા ઉમેદવારે જે કેટેગરીમાં ફોર્મ ભર્યુ હોય તેમાં જ તેની પસંદગી કરવામાં આવશે. મતલબ કે જો કોઈ મહિલા ઉમેદવારે OBC કેટેગરીમાં ફોર્મ ભર્યુ હોય તો તેને જનરલ કેટેગરીમાં સ્થાન મળી શકે નહીં.

આ પરિપત્રના કારણે અનામત કેટેગરીની ઘણી મહિલા ઉમેદવારોને જનરલ કેટેગરીની મહિલા ઉમેદવારો કરતા વધુ માર્ક્સ આવ્યા હોવા છતાં તેમને જનરલ કેટેગરીમાં સ્થાન મળ્યું નહીં. પરિણામે તેમને નોકરીથી વંચિત રહેવું પડ્યું. પરિપત્રમાં આ બાબતોનો ઉલ્લેખ સવાલ નંબર 12 અને 13માં કરવામાં આવ્યો હતો.

પરિપત્ર મુજબ જો પરીક્ષામાં મેરિટના આધારે 100માંથી અનામત વર્ગની 20 મહિલાની પસંદગી થઈ, તો આ પરિપત્ર મુજબ પરીક્ષામાં અનામત વર્ગની 20 મહિલાની ભરતી થયેલી ગણાય. વાંધો ઉઠાવનારાની દલીલ હતી કે જો મેરિટના આધારે અનામત વર્ગની મહિલાની પસંદગી થઈ હોય તો આ પસંદગી અનામત વર્ગની ન ગણાય પરંતુ જનરલ કેટેગરીની ગણાવી જોઈએ. કારણ કે આ પસંદગી મેરિટના આધારે કરાઈ છે. એક રીતે કહીએ તો આ પરિપત્ર અનામતની ભાવનાનો છેદ ઉડાડનારો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.